મસાલા મિલ્ક પાવડર બનાવવાની રિત- મસાલા મિલ્ક પાવડર બનાવવા માટે એક મોટા નોનસ્ટિક પેનને ગરમ કરો અને તેમાં મધ્યમ આંચ પર કાજૂને 1 મિનિટ માટે શેકો. હવે કાજૂ કાઢી લો.. એક મિનિટ માટે બદામ મધ્યમ આંચ પર શેકો, હવે 1 મિનિટ માટે પિસ્તા મધ્યમ આંચ પર શેકો. હવે નોનસ્ટિક પર મધ્યમ આંચ પર ઇલાઇચી અને કાળામરી 1 મિનિટ માટે શેકી લો. (Photo: Instagram)
તમામ સામગ્રી ઠંડી થાય એટલે મિક્સચરમાં ખાંડ સાથે પીસી લો. આ પાવડરને થોડો દરદરો રાખવો. હવે તેને એક વાટકામાં કાઢી લો તેમાં જાયફળ અને કેસર ભેળવી લો. અને આ પાવડરને એર ટાઇટ કન્ટેનરમાં ભરી લો અને ફ્રીજમાં મુકી દો.. જરૂર પડે તેમ ગરમ દૂધમાં ઉમેરીને તેને ખાવો.. ઉપવાસનાં સમયમાં પેટમાં ધાપો રહેશે. આ તમામ તસવીરો અને રેસિપી તરલા દલાલનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (Photo: Instagram)