Home » photogallery » જીવનશૈલી » Navratri 2020: નોંધી લો, ચટાકેદાર સ્વાદિષ્ટ ફરાળી બફવડા બનાવવાની રીત

Navratri 2020: નોંધી લો, ચટાકેદાર સ્વાદિષ્ટ ફરાળી બફવડા બનાવવાની રીત

Navratri 2020: નવરાત્રિનાં સમયમાં ફરાળી બફવડા બનાવવાની સૌથી સરળ રીત શીખી લો. નવરાત્રિનાં ઉપવાસમાં કામ લાગશે આ સરળ ટ્રિક

विज्ञापन

  • 14

    Navratri 2020: નોંધી લો, ચટાકેદાર સ્વાદિષ્ટ ફરાળી બફવડા બનાવવાની રીત

    Navratri 2020: નવરાત્રિનાં સમયમાં ફરાળી બફવડા બનાવવાની સૌથી સરળ રીત શીખી લો. નવરાત્રિનાં ઉપવાસમાં કામ લાગશે આ સરળ ટ્રિક

    MORE
    GALLERIES

  • 24

    Navratri 2020: નોંધી લો, ચટાકેદાર સ્વાદિષ્ટ ફરાળી બફવડા બનાવવાની રીત

    ફરાળી બફવડા બનાવવાની સામગ્રી- 500 ગ્રામ બટાકા, 1 વાટકી કોપરાનું છીણ, 2 ચમચી શેકેલા તલ, 1 વાટકી ચમચા શેકેલા સીંગદાણા, 10-12 નંગ કિશમિશ, 10 થી 12 નંગ કાજુ, 2 ચમચા ખાંડ, 2 થી 3 નંગ લીલાં મરચાં, 1/2 ચમચી મરચું, 2 ચમચા આરાલોટ, 1/2 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે

    MORE
    GALLERIES

  • 34

    Navratri 2020: નોંધી લો, ચટાકેદાર સ્વાદિષ્ટ ફરાળી બફવડા બનાવવાની રીત

    ફરાળી બફવડા બનાવવાની રીત- સૌપ્રથમ બટાકાને બાફી, છોલીને છૂંદો કરી લો. તેમાં જરૂર પ્રમાણે આરાલોટ અને મીઠું ભેળવી બફવડાનું મિશ્રણ તૈયાર કરો, આને થોડી વાર એક તરફ રહેવા દો. આ દરમિયાન કોપરાનું છીણ, શેકેલા સીંગદાણા, તલ, કિશમિશ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, મરચું બધું બરાબર મિક્ષ કરો.

    MORE
    GALLERIES

  • 44

    Navratri 2020: નોંધી લો, ચટાકેદાર સ્વાદિષ્ટ ફરાળી બફવડા બનાવવાની રીત

    બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળી તેમાં આ સ્ટફિંગ કરો. તમે ઇચ્છો તો આને શિંગોડાના લોટના મિશ્રણમાં બોળીને તેલમાં તળી લો અથવા બફવડાના ગોળાને આરાલોટમાં રગદોળી ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના તળીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.

    MORE
    GALLERIES