લાઇફસ્ટાઇલ ડેસ્ક : અત્યારે નવરાત્રીનો (Navratri) બીજો દિવસ છે ત્યારે આજે આપણે જોઇએ કે શુષ્ક અને બેજાન વાળમાં (Hair care) ઘરે બેઠા જ થોડી મિનિટોમાં ચમક કઇ રીતે લાવવી. શુષ્ક વાળ માટે છોકરીઓ મોંઘાદાટ શેમ્પૂ અને સલૂન ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. જેનાથી ખાસ ફરક તો પડે છે પરંતુ થોડા સમય બાદ વાળ હતા તેના કરતા પણ વધારે ખરાબ થઇ જાય છે. ત્યારે આજે આપણે એક હોમ મેડ માસ્ક બનાવતા શીખીશું જે તમારા વાળને સિલ્કી અને ચમકીલા બનાવશે.
મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ હોય છે જે વાળ માટે ફાયદાકારક હોય છે. આ મિશ્રણને બનાવવા માટે મિક્સરમાં પાણી નાંખી મેથી પીસી લો. થોડું નારિયેળનું તેલ નાંખી પેસ્ટ બનાવો. આ પેસ્ટને અડધા કલાક માટે વાળ અને તાળવા પણ લગાવી રાખો. ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. ઘરગથ્થુ ઉપચાર વાળના ગ્રોથની સાથેસાથે તેના પ્રાકૃતિક રંગને જાળવવામાં મદદ કરે છે.