

Navratri 2020: નવરાત્રિને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે આ નવરાત્રિમાં વ્રત ઉપવાસ સમયે કઇ વિશિષ્ટ વાનગી ખાવામાં આવે જે સાત્વિક હોય ચટાકેદાર હોય અને ફરાળી પણ હોય.. ત્યારે ચાલો આ વખતે બનાવીએ ફરાળી હાંડવો.. ફરાળી હાંડવો બનાવવાની રેસિપી નોંધી લો.


ફરાળી હાંડવો બનાવવાની સામગ્રી 1 બટાકાની છીણ, 1 કપ પલાળેલા સાબુદાણા, 1/2 કપ રાજગરો, 1/2 કપ શિંગોડાનો લોટ, 2 ચમચી સિંગદાણાનો ભૂકો, 1 ચમચી દહીં-ખાંડ, 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ, 1/2 ચમચી તજ-લવિંગનો ભૂકો, લાલ મરચું સ્વાદાનુસાર, મીઠું સ્વાદાનુસાર


રીત- ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી તેમાં પાણી નાખી જાડું ખીરું તૈયાર કરવું. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરું નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં એક, ચમચી તલ નાખવા. ત્યાર બાદ લીમડો નાખવો. પછી બનાવેલું ખીરામાંથી પુડલા જેવું પાથરવું. ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી, પલટાવીને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે.