પ્રદૂષણના કારણે ચહેરા પર ઘણાં હાનિકારક કણો અને ધૂળ એકઠી થાય છે, જેના કારણે ચહેરો ધીરે ધીરે નિસ્તેજ બનતો જાય છે. તેથી, દર અઠવાડિયે ત્વચાને નિખારવા માટે કેટલીક આદત પાડવાની જરૂર છે. 19મી ઓક્ટોબરથી એટલે શનિવારથી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે તમારે ત્વચાની સુંદરતા પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તો આપણે આજે ત્વચા પર ગ્લો લાવવા માટે કેટલીક ટિપ્સ જોઇએ.
લીલી ચા : તમે સાંભળ્યું જ હશે કે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ તે સુંદરતામાં પણ સુધારો કરી શકે છે. આ માટે ગ્રીન ટીને પીસી લો અને તેમાં થોડું પાણી ઉમેરો. હવે તેને રાત્રે સુતા પહેલા કોટન વડે ચહેરા પર લગાવો અને સવારે ઉઠીને ચહેરો પાણીથી ધોઈ લો. તે સવાર તમારા ચહેરામાં ગજબનું તેજ દેખાશે.
પપૈયુ : આ પેક ઓઇલી સ્કિન માટે સૌથી ઉત્તમ છે. મુલ્તાની માટીની તાસીર છે કે તે ચહેરા પરનું વધારાનું ઓઇલ સોસી લે છે. પપૈયુ રંગત નીખારે છે. આ માટે એક ચમચી મુલ્તાની માટી પાવડર અને એક ટુકડો પપૈયુ મેશ કરીને પેસ્ટ તૈયાર કરી લો. તેને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. પછી સુકાઇ જાય એટલે હુફાળાં પાણીથી ધોઇ લો. (ડિસ્કેલમર- નોંધનીય છે કે ઉપરોક્ત તમામ જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતો. આ પર અમલ કરતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)