લાઇફસ્ટાઇલ ડેસ્ક: રાઇનાં નાના દાણાં શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે. દાણા સેલેનિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ હોય છે જો રાઇનું તેલ અને તેનાં દાણા ભોજનમાં લેવામાં આવે તો તે શ્વાસની તકલીફ, બ્લડપ્રેશરની તકલીફ દૂર થાય છે.
2/ 5
બહુ કફ અને શરદી થઇ હોય તો પણ રાઇનું તેલ ઉત્તમ માનવામાં આવે છે. રાઇમાં વિટામીન A અને C ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં એન્ટીઓક્સીડન્ટ તૈયાર કરે છે.
3/ 5
રાઇનાં તેલમાં હાજર સેલેનિયમ કેન્સરની કોશિકાઓને વિભાજનને નિયંત્રિત કરે છે. અને શરીરમાં બ્લડપ્રેશરનું પ્રમાણ કંટ્રોલમાં રાખે છે. હાઇ બ્લડપ્રેશરની સમસ્યા નથી થવા દેતું.
4/ 5
રાઇમાં આયરન, મેગનીઝ, કોપર સહિતનાં ઉત્તમ ખનીજ હોય છે જે શરીર માટે ઉત્તમ છે.
5/ 5
પંજાબી અને બંગાળીઓ રાઇના તેલનો ખાવામાં સૌથી વધુ ઉપયોગ કરે છે. તેમનાં પકવાનમાં રાઇનાં તેલનું વિશેષ મહત્વ હોય છે તેથી તેમનાં શરીર વધુ ખંતિલા હોય છે.