આ બધા વચ્ચે તમારા ભોજન અને હેલ્ધી રહેવા માટે સમય પણ મહત્વનો હોય છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ આપણા સર્કેડિયન લયને બેલેન્સ કરવામાં મદદ કરે છે. સર્કેડિયન રિધમ એ કુદરતી શારીરિક પ્રણાલી છે જે આપણી ઊંઘ-ઉઠાવના સર્કલ અને હાર્મોન્સ અને મેટાબોલિક પ્રક્રિયાને બેલેન્સ કરે છે. જો તમે તમારા શરીરની નેચરલ એક્ટિવિટીના આધારે ભોજનનું આયોજન કરો તો આ તમને વધુ સારી રીતે કામ કરવામાં અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
વહેલી સવારે હેવી નાસ્તાથી તમે ટ્રિગ્લિસરાઈડનું સ્તર, કોલેસ્ટ્રોલનું સ્તર અને સમગ્ર દિવસ દરમિયાન ઇન્સ્યુલિનનું સ્તર પણ સુધારી શકો છો. જો તમે લાંબા સમય સુધી આ રીતે ચાલુ રાખો છો, તો સ્વાસ્થ્ય સબંધિત ઘણી સમસ્યાઓનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થઇ શકે છે. આનાથી ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને હ્રદયરોગ જેવી લાંબી બીમારીઓનો શિકાર થવાની શક્યતા પણ ઓછી થાય છે.
મોડેથી ભોજન કરવું અને જમીને તરત જ સૂઈ જવું એનો અર્થ થાય છે કે તમારી સિસ્ટમ મોડી રાત્રે પણ પચવામાં વ્યસ્ત છે જે બોડીની પ્રક્રિયાઓને ડિસ્ટર્બ કરે છે જે આપણે સુતા હોય ત્યારે થાય છે. આનાથી હોર્મોન ડિસ્ટર્બન્સ, મિડનાઇટ સ્નેકીંગ અને વજન વધી શકે છે. હળવું અને જલ્દી રાત્રી ભોજન આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી દૂર રાખી રાખે છે.