Monsoon Fashion Funda: ચોમાસામાં સ્ટાઈલિસ્ટ દેખાવા માંગો છો? તો અહીં જાણો લેટેસ્ટ મોનસૂન ટ્રેન્ડ
Monsson latest fashion trend: ચોમાસુ બ્રાઈટ, હેપી કલર્સ અને આરામદાયક કપડાં માટે બેસ્ટ છે. 'વર્ક ફ્રોમ હોમ' મીટિંગ્સથી લઈને કોઝી કોફી ડેટ્સ સુધી ઈમ્પ્રેસ કરવા માટે સીઝન અનુસાર આઉટફીટ પસંદ કરવા જરૂરી છે. સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર અને આશિમા એસ કૌચરની સ્થાપક આશિમા શર્માએ ચોમાસા માટે કેટલાક મોનસૂન ટ્રેન્ડ શેર કર્યા છે.
મોનોક્રોમ શેડ્સ આ સિઝનમાં ફરી ટ્રેન્ડ કરી રહ્યા છે, મોનોક્રોમ પેન્ટ ઘણા ઈન્ફ્લૂએન્સર્સ દ્વારા પહેરવામાં આવતા જોઈ શકાય છે અને આ મોનસૂનમાં મોટાભાગે તેણે લોકપ્રિયતા મેળવી છે. (Photo: Shutterstock)
2/ 10
જીન્સ ક્લાસિક છે પરંતુ આ વર્ષે ટ્રેન્ડ ડેનિમ્સમાં બેલ બોટમ્સનો દબદબો છે, જે ક્લાસિક રેટ્રો લુક આપે છે (Photo: Shutterstock)
विज्ञापन
3/ 10
બોલ્ડ કલર્સ અને ડાર્ક શેડ્સનો ટ્રેન્ડ છે, ટોપ અને શર્ટના કોન્ટ્રાસ્ટિંગ શેડ્સ સાથે બ્લેક અને સિંગલ કલરના પેન્ટ પહેરી શકાય છે. (Photo: Shutterstock)
4/ 10
શ્રગ્સ (Shurgs) ચોમાસામાં ફેશન માટે સારા છે. તે કેઝ્યુઅલ અને ટ્રેન્ડી દેખાવનું મિશ્રણ દેખાડે છે. શ્રગ્સને જીન્સ, શોર્ટ્સ, સ્કર્ટ સહિત કોઈપણ મેચ સાથે પેર કરી શકાય છે. તે ચોમાસાની ઋતુ માટે પરફેક્ટ ટ્રેન્ડી લુક આપે છે. (Photo: Shutterstock)
5/ 10
આ વર્ષે ફેશનિસ્ટા માટે ક્રોપ ટોપ્સ સૌથી ફેવરિટ ફેશન છે. ખાસ કરીને ચોમાસામાં, ક્રોપ ટોપ્સનો રેગિંગ ટ્રેન્ડ છે. ટ્રેન્ડી લુક આપવા માટે તેમને શોર્ટ્સ, જીન્સ અને સ્કર્ટ સાથે પેર શકાય છે. (Photo: Shutterstock)
विज्ञापन
6/ 10
શોર્ટ સ્કર્ટ લાંબા સમયથી ટ્રેન્ડની બહાર હતા પરંતુ આ વર્ષે તે ફરી ટ્રેન્ડમાં આવી ગયા છે, આ વર્ષે ઘણી સેલિબ્રિટીઓ તેમની ઈવેન્ટ્સમાં આ લુક પહેરતી જોવા મળી છે અને તેથી તે ફરી લોકપ્રિય છે. તે ચોમાસા માટે પણ આરામદાયક વિકલ્પ છે (Photo: Shutterstock)
7/ 10
ઓફિસ જનારાઓ માટે ક્યુલોટ્સ પરફેક્ટ અને ટ્રેન્ડિંગ મોનસૂન લુક છે કારણ કે તે સ્ટાઇલની સાથે આરામ પણ આપે છે. એક્ટિવ લાઈફ સ્ટાઈલ સાથે કામ કરતી મહિલાઓ દ્વારા તેની પસંદ કરવામાં આવે છે. (Photo: Shutterstock)
8/ 10
ફ્લોરલ પ્રિન્ટ ફેશન પ્રેમીઓની એવરગ્રીન ચોઈસ છે અને આ ફ્લોરલ ડ્રેસ ચોમાસાની ઋતુ માટે શ્રેષ્ઠ છે. (Photo: Shutterstock)
विज्ञापन
9/ 10
રફલ્ડ સ્કર્ટ અને ટોપ્સ સાથે આ ચોમાસામાં ફરીથી રફલ્સ ટ્રેન્ડમાં જોવા મળે છે (Photo: Shutterstock)
10/ 10
આ ચોમાસામાં ફ્રી ફિટિંગના કપડાં ટ્રેન્ડમાં છે. કમ્ફર્ટ ફેક્ટર અને રોજિંદા ધોરણે સરળતાથી પહેરી શકાય તે કારણે કેઝ્યુઅલ લુક એ યુવાનોનું સૌથી પ્રિય છે અને ફ્રી ફીટ કરેલા કપડાં આ ચોમાસામાં પરફેક્ટ કેઝ્યુઅલ લુક આપે છે. (Photo: Shutterstock)