Rajasthan Top Tourist Places: ચોમાસું (Monsoon) શરૂ થતા જ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં પ્રવાસન સ્થળો પર સહેલાણીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમ જેમ ચોમાસું (monsoon 2022) આગળ વધતુ જશે તેમ તેમ પ્રવાસન સ્થળો (tourist destinations)પર સહેલાણીઓની ભીડમાં પણ વધારો થતો જશે. ચોમાસામાં અનેક લોકોને ફરવાનું પસંદ હોય છે. જે સ્થળો પર પૂર ભૂસ્ખલન અને ઋતુ સંબંધિત જોખમ ન હોય તેવા સ્થળો પર લોકો ફરવા જવાનું પસંદ કરે છે. રાજસ્થાનમાં (rajasthan)ફરવા જવું હોય તો ચોમાસામાં જ ફરવા જવું જોઈએ. આ ટુરિસ્ટ પ્લેસ તમારા સફરને યાદગાર બનાવી દેશે. (પ્રતિકાત્મક તસવીર)
જાલૌર (Jalore) - જાલૌર સ્વર્ણગિરિના પર્વતની તળેટીમાં આવેલું છે, જેને ગ્રેનાઈટ અને ભવ્યતાનું શહેર કહેવામાં આવે છે. ચોમાસામાં અરાવલી પર્વતમાળા મનમોહક દેખાય છે. પહાડો અને હરિયાળીથી હર્યુંભર્યું આ શહેર ઐતિહાસિક કિલ્લાઓ માટે પ્રસિદ્ધ છે. જાલૌરમાં જાલૌર કિલ્લો, તોપખાના, સુંધા માતા મંદિર, મલિક શાહની મસ્જિદ, સિરી મંદિર સહિત અનેક ફરવાલાયક સ્થળો આવેલ છે. જોધપુરથી માત્ર બેથી ત્રણ કલાકમાં જાલૌર પહોંચી શકાય છે. (પ્રતિકાત્મક તસવીર)
માઉન્ટ આબુ (Mount Abu) - રાજસ્થાનમાં આવેલા પ્રવાસન સ્થળોની વાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલા માઉન્ટ આબુનું નામ મોઢા પર આવે છે. રાજસ્થાનમાં અનેક પ્રવાસન સ્થળ આવેલા છે, જેમાંથી માઉન્ટ આબૂ સહેલાણીઓને સૌથી વધુ પસંદ આવે છે. વરસાદમાં માઉન્ટ આબુને ડેસ્ટિનેશન સ્થળ તરીકે જોવામાં આવે છે. નીલા પાણી અને સાફ વાતાવરણની સાથે નખી તળાવ ચોમાસામાં ખૂબ જ રોમેન્ટીક અને સુંદર લાગે છે. માઉન્ટ આબુમાં નખી તળાવ, ગુરુ શિખર, ટોડ રોક વ્યૂ પોઈન્ટ, માઉન્ટ આબુ અભયારણ્ય, દેલવાડાના જૈન મંદિર સહિત અનેક સુંદર સ્થળો આવેલા છે. રોડ રસ્તા અને રેલ્વે માર્ગથી ઉદયપુરથી માઉન્ટ આબુ પહોંચી શકાય છે. (પ્રતિકાત્મક તસવીર)
ઉદયપુર (Udaipur) - ચોમાસાની ઋતુમાં ઉદયપુર ફરવા માટે જઈ શકાય છે. ફતેહ સાગર તળાવના આકર્ષક દ્રશ્યો અને પ્રકૃતિની સુંદરતા ધરાવતું આ શહેર ચોમાસામાં ખૂબ જ સુંદર લાગે છે. ઉદયપુરમાં ફરવા માટે અનેક સ્થળો આવેલા છે. આ શહેરમાં ઉદયપુર સિટી પેલેસ, લેક પેલેસ, જગ મંદિર, મોનસૂન પેલેસ, ફતેહ સાગર તળાવ આવેલા છે. નવી દિલ્હીથી રેલ્વે, બસ અને ફ્લાઈટથી પણ ઉદયપુર જઈ શકાય છે. (પ્રતિકાત્મક તસવીર)
પુષ્કર (Pushkar) - રાજસ્થાનમાં પુષ્કર સૌથી લોકપ્રિય સ્થળ છે. આ સુંદર શહેર ચોમાસામાં ખૂબ જ સુંદર લાગે છે. ચોમાસામાં તમે પુષ્કર જવાની ટ્રીપ ગોઠવી શકો છો. આ શહેરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો પણ આવેલા છે. પુષ્કર શહેરમાં પુષ્કર તળાવ, ભગવાન બ્રહ્મા મંદિર, સાવિત્રી મંદિર, રંગજી મંદિર શામેલ છે. પુષ્કર રેલ ટર્મિનસ અજમેર રેલવે સ્ટેશન સાથે જોડાયેલ છે. પુષ્કરમાં સૌથી નજીક પડતું એરપોર્ટ જયપુર છે, જે 146 કિમીના અંતરે આવેલું છે. (પ્રતિકાત્મક તસવીર)
ઝાલાવાડ (Jhalawar) - રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર ઝાલાવાડ શહેર આવેલું છે. આ સ્થળ અનેક વનસ્પતિઓ અને લાલ ચટ્ટાનોથી ઘેરાયેલું છે. ચોમાસાની ઋતુમાં આ શહેર ખૂબ જ શાનદાર અને સુંદર દેખાય છે. આ શહેરમાં નારંગીના બાગ અને લાલ ખસખસના ખેતર ઝાલાવાડને રમણીય બનાવે છે. ઝાલાવાડમાં ઝાલાવાડ કિલ્લો, ગાગરોન કિલ્લો, કોલવી ગુફાઓ, ચંદ્રભાગા મંદિર, ઝાલરાપાટન, દ્વારકાધીશ મંદિર, હર્બલ ગાર્ડન આવેલા છે. તમે જયપુરથી 7 કલાકમાં ઝાલાવડ પહોંચી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)