Home » photogallery » જીવનશૈલી » ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગાવો ફુદીનાથી બનેલા આ ફેસપેક, ખીલી ઉઠશે ચહેરો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગાવો ફુદીનાથી બનેલા આ ફેસપેક, ખીલી ઉઠશે ચહેરો

એન્ટિસેપ્ટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી તે ત્વચાના રોગોને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. ફુદીનો પિમ્પલ્સ (Pimples) દૂર કરવા, ચહેરાની સોજો ઘટાડવા અને ત્વચાને સુંદર બનાવવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ ફૂદીનાના અસરકારક અને લાભદાયી ફેસપેક (Mint Face Packs for Skin Care) વિશે.

विज्ञापन

  • 15

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગાવો ફુદીનાથી બનેલા આ ફેસપેક, ખીલી ઉઠશે ચહેરો

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ફુદીનાને ઔષધીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ ઉત્પાદનોમાં થાય છે. ફુદીનાનો ઉપયોગ (Uses of Mint) ઘણા શેમ્પૂ, ક્લીનઝર, ટોનર વગેરેમાં થાય છે. જો તમે ઇચ્છો તો તમે ઘરે પણ ચહેરાને નિખારવા માટે ફિદીના ફેસ પેક (Mint Face Packs for Summer) અજમાવી શકો છો. ફુદીનામાં એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી તે ત્વચાના રોગોને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. ફુદીનો પિમ્પલ્સ (Pimples) દૂર કરવા, ચહેરાની સોજો ઘટાડવા અને ત્વચાને સુંદર બનાવવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ ફૂદીનાના અસરકારક અને લાભદાયી ફેસપેક (Mint Face Packs for Skin Care) વિશે.

    MORE
    GALLERIES

  • 25

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગાવો ફુદીનાથી બનેલા આ ફેસપેક, ખીલી ઉઠશે ચહેરો


    ફુદીના અને કાકડીનું ફેસપેક- ઉનાળામાં ફુદીનો અને કાકડી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ બંનેનો ફેસપેક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે તાજા ફુદીનાના પાન લો, અડધી કાકડી લો. કાકડીને છીણી લો, તેનો રસ કાઢો. હવે કાકડીનો રસ અને ફુદીનાના પાનને પીસી લો. આ પેસ્ટને આખા ચહેરા અને ગરદન પર લગાવો. 20 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો. તમે અઠવાડિયામાં 2-3 દિવસ ફુદીનો અને કાકડીનો ફેસ પેક લગાવી શકો છો. આ ફેસપેકથી સ્કિન ગ્લોઇંગ અને હાઇડ્રેટ બને છે.

    MORE
    GALLERIES

  • 35

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગાવો ફુદીનાથી બનેલા આ ફેસપેક, ખીલી ઉઠશે ચહેરો

    ફુદીનો અને તુલસી ફેસપેક- ફુદીનો અને તુલસીનું ફેસપેક ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. આ માટે તમે ફુદીના, તુલસી અને લીમડાના પાન લો. આ બધાને મિક્સરમાં પીસી, ઝીણી પેસ્ટ બનાવી લો. હવે તેને આખા ચહેરા અને ગરદન પર લગાવો. 25-30 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. ઉનાળામાં ત્વચાને નિખારવા માટે ફુદીનો અને તુલસીનો ફેસ પેક ખૂબ જ ફાયદાકારક છે. ફુદીનો અને તુલસીનો ફેસ પેક લગાવવાથી ત્વચાના ડાઘ-ધબ્બા દૂર થાય છે. ખીલથી છુટકારો મેળે છે, સાથે જ ચહેરાનો સોજો પણ ઓછો થાય છે.

    MORE
    GALLERIES

  • 45

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગાવો ફુદીનાથી બનેલા આ ફેસપેક, ખીલી ઉઠશે ચહેરો

    ફુદીનો અને મુલ્તાની માટી- ઉનાળામાં મોટાભાગના લોકોને તૈલી ત્વચાની સમસ્યા રહે છે. આ માટે ફુદીનો અને મુલતાની માટીના ફેસ પેકનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફેસ પેક ત્વચાને ફ્રેશ બનાવે છે, ત્વચાનું વધારાનું તેલ પણ દૂર કરે છે. ફુદીના અને મુલતાની મિટ્ટી ફેસ પેક બનાવવા માટે પહેલા ફુદીનાના પાનને પીસી લો. તેમાં 1 ચમચી મુલતાની મિટ્ટી ઉમેરો. તેમાં એક ચમચી મધ અથવા દહીં ઉમેરો.

    MORE
    GALLERIES

  • 55

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગાવો ફુદીનાથી બનેલા આ ફેસપેક, ખીલી ઉઠશે ચહેરો

    હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો, 20 મિનિટ પછી ધોઈ લો. ફુદીનો અને મુલતાની માટીનો ફેસ પેક લગાવવાથી ત્વચા ચમકદાર બને છે. આ સાથે ત્વચાની ચીકાશ પણ દૂર થાય છે. આ ફેસ પેક ઉનાળામાં ત્વચાને ઠંડક આપે છે, ત્વચાને ચમકદાર બનાવે છે. તેનાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.

    MORE
    GALLERIES