

શ્રાવણ (shravan) મહિનો શરૂ થાય એટલે તહેવારો, ઉજવણીના દિવસો પણ શરૂ થઇ જાય છે. રક્ષાબંધન પતી ગઇ હવે શીતળા સાતમ (Shitala Satam) અને આઠમ (Janmasthami) આવશે. તો આજે આપણે શીતળા સાતમના દિવસે તમે ખાઇ શકો એવા મકાઇનાં પારંપરિક વડા બનાવતા શીખીએ.


મકાઈના વડા માટેની સામગ્રી: 3 કપ મકાઈ નો લોટ, 3 ચમચા ઘઉંનો લોટ, 3 ચમચા તેલ, 1 કપ દહીં , 1/2 કપ સમારેલો દેશી ગોળ, 10-12 કળી લસણ, 1 નાનો આદુનો ટુકડો, 2-3 લીલા મરચાં, 2 ચમચી સફેદ તલ,<br />1 ચમચી અજમો, 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરુ, 1/8 ચમચી ગરમ મસાલો, 2 ચપટી હિંગ, મીઠું સ્વાદ અનુસાર અને તેલ તળવા માટે.


રીત: સૌ પ્રથમ લસણ, આદુ અને મરચાંની વાટીને પેસ્ટ તૈયાર કરો. હવે એક બાઉલમાં મકાઈનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, આદુ- મરચાં- લસણની પેસ્ટ અને તેલ ઉમેરીને મિક્સ કરો. ત્યાર બાદ અજમો, તલ, મરચું, ધાણાજીરું, મરચું , હળદર, ગરમ મસાલો, હિંગ,ગોળ અને દહીં ઉમેરીને બધું બરાબર મિક્સ કરો અને એકદમ મસળી ને મીડિયમ સોફ્ટ કણક તૈયાર કરો.


દહીં જોઈએ એટલું જ ઉમેરવું. લોટ વધુ પડતો પોચો ના થવો જોઈએ. કદાચ થોડી ગોળની કણી રહી જાય તો ચાલશે. હવે આ લોટ પર ભીનું કોટનનું કપડું ઢાંકી ને ઢાંકણથી બંધ કરી દો. હવે 4-6 કલાકનો રેસ્ટ અપો.આવું કરવાથી વડા ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બનશે. હવે ફરીથી લોટ ને જરા જરા પાણી વાળો હાથ કરી ને મસળતા જાવ અને એકદમ સોફ્ટ લોટ તૈયાર કરો.


હવે નાના નાના ભાગ કરતા જાવ અને એક પાટલી પર ભીનું પાતળું કોટન કપડું કે રૂમાલ પાથરી તેના પર વડાને ધીરે ધીરે દબાવીને નાના નાનાં ગોળ વડા તૈયાર કરો. ઉપર તલ ભભરાવો અને ફરીથી એકવાર પ્રેસ કરો.<br />તમે રૂમાલ પર લોટનો બોલ મૂકીને ઉપર નાની વાડકી જે નીચેથી સપાટ હોય તેને બોલ પર દબાવીને કે પોતાની આંગળીઓથી પણ વડાનો શેપ આપી શકો છો. અતિશય પાતળા કે જાડા વડાના બને તેનું ધ્યાન રાખો.