ગાજર- ગાજર સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. વિટામીન્સથી ભરપૂર ગાજરમાં બીટા કેરાટીન હોય છે જે શિયાળામાં તમે ખાઓ છો તો હેલ્થ માટે સૌથી બેસ્ટ છે. ગાજર ખાવાથી હિમોગ્લોબીન વધે છે. આ સાથે જ શરીરમાં અનેક પ્રકારના વિટામીન્સની ઉણપ પૂરી થાય છે. તમારે નાના બાળકોને પણ રોજ ગાજર ખવડાવવું જોઇએ.
લસણ- અનેક લોકોના ઘરોમાં રસોઇડમાં વપરાતું લસણ એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીજથી ભરપૂર હોય છે. આની તાસીર પણ ગરમ હોય છે. શિયાળામાં લસણ ખાવાથી શરદી, ખાંસી જેવી બીમારીઓમાંથી રાહત થાય છે. જો કે ઘણાં લોકો લસણ ખાતા હોતા નથી. જો તમે પણ લસણ ખાતા નથી તો તમારે ધીરે-ધીરે ખાવાની આદત પાડવી જોઇએ. લસણ ખાવાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે.