Health Tips: લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. વિટામિન-સીથી (Vitamin C) ભરપૂર લીંબુ બોડીને ડિટોક્સ કરવામાં (Lemon For Health) સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો માથામાં ખોળો થતો હોય કે અન્ય કોઇ સમસ્યા હોય તો લીંબુનો રસ અને તેની છાલનો પાવડર તે સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તેની છાલ (Lemon Skin) પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા (Weight Loss) ઉપરાંત અન્ય કેટલીક રીતે પણ ઉપયોગી છે.
હાડકાં મજબૂત રાખવા માટે- લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન-C, એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા અન્ય તત્વો હોય છે જે હાડકાંનાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. લીંબુની છાલ વડે સાંધા, રહ્યુમેટોઈડ આર્થરાઇટ્સ જેવી હાડકાં સાથે સંકળાયેલી બીમારીઓ દૂર કરી શકાય છે. આ માટે કાચી છાલનું સેવન કરી શકાય અથવા તેને ધોઈને, સુકવીને તેનો પાવડર પણ બનાવી શકાય.