સ્કિન ટોન પ્રમાણે આ રીતે બનાવો પેસ્ટ- જો આપની સ્કિન ઓઇલી હોય તો આપે એલોવેરા જેલનો ઉપયોગ કરવો એક ચમચી એલોવેરા જેલમાં એક ચમચી હળદર અને અડધુ લીંબુ ઉમેરો હવે આ જે પેસ્ટ તૈયાર થાય તે ચહેરા ગરદન, ગળુ અને હાથ પર લગાવી લો. થોડા સમય બાદ આસરે 15 મિનિટ બાદ ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો. આ ઉપાય તમારી ઓઇલી સ્કિનને નોર્મલ કરશે. વધારાનું ઓઇલ દૂર કરશે અને ચહેરાની ચમક વધારશે.