તમારી આઇબ્રોના શેપથી જાણો કેવી છે તમારી પર્સનાલિટી
. ત્યારે આજે અમે તમને વ્યક્તિની પર્સનાલિટીને સમજવામાં તેની આઇબ્રોનો શેપ કેટલો મહત્વનો રોલ ભજવે છે તે જણાવીશું. જે લોકોને સામાન્ય કરતા વધુ પતળી અને લાંબી આઇબ્રો હોય છે. તે લોકોને નવી નવી વસ્તુઓ ટ્રાય કરવી ગમે છે. અને તે પોતાના પ્રશ્નો જાતે ઉકેલવામાં માને છે.


આપણા શરીરનું દરેક અંગ આપણા વ્યક્તિત્વ વિષે કંઇકને કંઇ કહી જાય છે. કોઇ વ્યક્તિને (Personality)જાણવા માટે તેમના શરીરના ખાસ ભાગો ધ્યાન પૂર્વક જોવાથી પણ તેવી કેટલીક વાતો ખબર પડે છે જે તે છુપાવવા માંગતા હોય છે. દરેક વ્યક્તિની આંખો તેના વિષે ધણું કહી જતી હોય છે. ધણીવાર તો આંખો (Eyebrow) કંઇક પણ કહ્યા વગર તમને માણસનું દુ:ખ કે સુખ કહી દેતી હોય છે. ત્યારે આજે અમે તમને વ્યક્તિની પર્સનાલિટીને સમજવામાં તેની આઇબ્રોનો શેપ કેટલો મહત્વનો રોલ ભજવે છે તે જણાવીશું.


1) સામાન્ય આઇબ્રો -મીડિયમ લંબાઇ અને જાડાઇ ધરાવે છે. અને આ કોમન રીતે અનેક લોકોમાં જોવા મળે છે આવા લોકો પોતાના કામને લઇને ગંભીર હોય છે. અને તેમને સંબંધોમાં દેખાડો કરવો ગમતો નથી. 2 ) ખૂબ લાંબી આઇબ્રો- જે લોકોને સામાન્ય કરતા વધુ પતળી અને લાંબી આઇબ્રો હોય છે. તે લોકોને નવી નવી વસ્તુઓ ટ્રાય કરવી ગમે છે. અને તે પોતાના પ્રશ્નો જાતે ઉકેલવામાં માને છે.


3) નાની આઇબ્રો- આવા લોકોને નાની નાની ડિટેલ પર ખૂબ ધ્યાન આપે છે. આ લોકો પોતાની રીત, અમુક પ્રકાર જ કામ થાય તેવું પસંદ હોય છે. સામાન્ય રીતે આવા લોકોને પ્રશ્નો ઊભા કરવા ગમતા હોય છે. 4) હાઈ આર્ચ આઇબ્રો- આ પ્રકારના વ્યક્તિ બહારથી બોલ્ડ દેખાય પણ અંદર ખૂબ જ સેન્સેટિવ હોઈ છે. અને આ પ્રકારના લોકો માત્ર એવા લોકો સાથે રિલેશનશિપ આવે જેમની સાથે કે કફર્ટ અનુભવે. આ પ્રકારના લોકો સેલ્ફ સેન્ટર્ડ હોઈ છે પરંતુ પોતાના નજીકના લોકો માટે તેઓ હંમેશા ખુલ્લા દિલથી ધ્યાન રાખે છે.


5)ત્રીકોણ વાળ ભમરવાળા લોકો સ્થિતિનું ચોકક્સાઇ પૂર્વક નિરીક્ષણ કરીને પછી નિર્ણય લે છે. આવા લોકો કલા ક્ષેત્રથી જોડાયેલા હોય છે.તે તમને મનોરંજન અને પ્રેરણા આપે છે.


6) સીધી ભમર સામાન્ય રીતે પુરુષોમાં વધુ જોવા મળે છે. આવા લોકો તર્કસંગત વિચાર કરવામાં માને છે. તે વિશ્લેષણાત્મક માનસિકતા સાથે બધું જ જોવાનું પસંદ કરો છો. ભૂલોની તરફેણ નથી કરતા, ખોટું છે તો મોઢાથી આ ખોટું છે તે બોલવામાં પાછા નથી પડતા. Disclaimer : આ<br />જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની કોઇ પુષ્ટી નથી કરતું. આ પર અમલ કરતા પહેલા જાણકાર કે વિશેષજ્ઞથી જાણકારી લેવી જરૂરી છે.