#BeautyTips: પાન ખાવ છો તો ખરા, પણ ક્યારેય ચહેરા પર લગાડીને જુઓ તેનો ચમત્કાર
પાન મુખવાસ સિવાય ચામડી પર પણ જાદુઈ અસર કરે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટસ્ ચામડીના ડેડ સેલ્સને દૂર કરે છે જેથી ચહેરો ચમકી ઉઠે છે અને સ્કિન સોફ્ટ બને છે. તેના અન્ય પણ ગુણો છે.


લાઈફસ્ટાઈલ ડેસ્કઃ સામાન્ય રીતે ભારતના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં જમ્યા પછી પાન (Pan) ખાવાનું ચલણ છે. જમ્યા પછી પાન ખાવાના કેટલાક ફાયદાઓ છે. પરંતુ પાન ખાવા સિવાય પણ પાનના અન્ય કેટલાય ફાયદા છે. શરીર (Diseases of the skin) ઉપર થતી અળાઈ અને રેશિસમાં આ પાન જાદુઈ અસર કરે છે. (Beauty Tips)


પાન મુખવાસ સિવાય ચામડી પર પણ જાદુઈ અસર કરે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટસ્ ચામડીના ડેડ સેલ્સને દૂર કરે છે જેથી ચહેરો ચમકી ઉઠે છે અને સ્કિન સોફ્ટ બને છે. તેના અન્ય પણ ગુણો છે. ચાલો જાણીએ...<br />પાનના 5 પત્તા લઈ સાફ કરી તેની પેસ્ટ કરી મધ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે ગલાવી રાખો. સૂકાઈ જાય એટલે પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 દિવસ કરવાથી 1 મહિનામાં પરિણામ તમને દેખાઈ જશે.


પાનના થોડાંક પત્તા લઈ લગભગ 1 લીટર પાણીમાં ઉકાળો. હૂંફાળું થવા પર તેને પાણીમાં મસળી તેનાથી ચહેરો ધોવો. અઠવાડિયામાં 2 દિવસ કરવાથી ચહેરા પર ચંક આવી જશે પરંતુ વધુ કરવાથી ડ્રાયનેસ પણ આવી શકે છે.


થોડુંક દાઝી જવા પર આ પાન પણ ગલાવી શકાય છે. પાનને સરખા સાફ કરી મસળી એક ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરો. આ પેસ્ટને દાઝેલ જગ્યા પર લગાવો. બળતરાથી રાહત થશે અને ઘા જલ્દી ભરાઈ જશે.