

ફરસી પુરી એ દરેક ગુજરાતીઓ માટેનો પ્રિય નાસ્તો છે. તો આજે આપણે પડવાળી ફરસી પુરી બનાવવાની રીત શીખીશું. પડવાળી ફરસી પુરી માટેની સામગ્રી : મેંદો - 250 ગ્રામ, મરી - 1/2 ચમચી, અધકચર વાટેલા, જીરું - 1 ચમચી, અજમો - 1/2 ચમચી, મીઠું - જરૂર મુજબ, તેલ - જરૂર મુજબ, પાણી - જરૂર મુજબઘી - જરૂર મુજબ


પડવાળી ફરસી પુરી બનાવવાની રીત : સૌ પ્રથમ એક મોટું વાસણ લઈ તેમાં મેંદો ચાળી લો. તેમાં મીઠું, અજમો, વાટેલા મરી અને જીરું ઉમેરી મિક્સ કરી તેમાં 5 ચમચી તેલ ઉમેરીને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ કઠણ લોટ તૈયાર કરી આ લોટને 20 મિનિટ ઢાંકીને રાખો. પછી તેમાંથી રોટલી બને તેવા એકસરખા લુવા તૈયાર કરી આ લુવા માંથી રોટલી વણી લો.


પછી આ રોટલી ઉપર એક ચમચી ઘી વ્યવસ્થિત રીતે લગાડી તેના પર થોડો મેંદો ભભરીવો. પછી આ રોટલીનો એક રોલ વાળીને તૈયાર કરી લો. પછી આ રોલને ચપ્પુથી એકસરખા કાપી લઈ, એકસરખા માપના પૂરી બને તેવા લુવા તૈયાર કરી આ લુવાને હથેળી ઉપર ઉભા રાખી બીજી હથેળી વડે દબાવી દેવા. હવે પુરીઓ વણી લેવી. પછી તેના પર ચપ્પુથી કાપા કરવા, જેથી પૂરી ફૂલે નહીં.