લંડનથી એક ક્રૂઝ 930 યાત્રિઓને લઈ ચાલ્યું છે. 245 દિવસ એટલે કે, 8 મહિનાની સમુદ્રી યાત્રા દરમિયાન વાઈકિંગ સન નામનું ક્રૂઝ દુનિયાની સફર કરાવી 2 મે 2020માં પાછુ લંડન પહોંચશે. આટલી લાંબી યાત્રા કરનાર અને ખુબ અત્યાધુનિક સુવિધાયુક્ત આ ક્રૂઝ પોતાનું નામ ગિનિઝ બુકમાં નોંધાવી શકે છે. 8 મહિનાની વિશ્વ યાત્રા દરમિયાન આ ક્રૂઝ ભારત સહિત 6 મહાદ્વીપના 51 દેશોના 111 બંદર પર થઈ પસાર થશે. આ ક્રૂઝની ખાસિયત, આશ્ચર્યજનક કરતી વાતો અને રસપ્રદ ફેક્ટ્સ તમારે જાણવાની તમને મજા આવશે.
ભલે વર્લ્ડ ટૂરની એક યાદગાર સફર કરાવનાર આ ક્રૂઝ ટાઈટેનિક જેટલું મોટુ નથી, પરંતુ પોતાની યાત્રા પૂરી કર્યા બાદ ઈતિહાસ જરૂર બનાવશે. 55,700 નોટિકલ મીલની સફર કરનાર આ ક્રૂઝનો રૂટ આ પ્રકારે હશે કે, તે લંડનથી સ્કૈનડિનૈવિયા, કેરેબિયા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ પ્રશાંતના દ્વીપ, ઓસ્ટ્રેલિયા, એશિયા, મેડિટેરેનિયન, યૂરોપ થઈ પાછુ લંડન પહોંચશે. (તસવીર ક્રૂઝના વર્લ્ડ રૂટની)
આ ક્રૂઝમાં યાત્રિઓ માટે ઓનબોર્ડ સ્વીમિંગ પૂલ, સ્પા, યોગ ક્લાસ, થિયેટર, બાર, 8 રેસ્ટોરન્ટ જેવી તમામ સુવિધાઓ છે. આ ક્રૂઝમાં 8 મહિના દરમિયાન સમય-સમય પર સેલિબ્રિટી લેખકો, નેતાઓ અને અન્ય વિશેષજ્ઞોના લેક્ચર પણ હશે. લંચ પેકેટ સાથે સમજવામાં આવે તો, 6 લાખ 80 હજાર પેકેટ ભોજનની વ્યવસ્થા સાથે ક્રૂઝ પર 10 હજાર બોટલ શેમ્પેન અને 10 હજાર બોટલ આઈસક્રિમ સાથે જ 9 લાખ ઈંડા, 20 હજાર એલબી કોફી અને 35 હજાર એલબી ચીજ ક્રૂઝમાં સ્ટોર કરવામાં આવ્યું છે. (તસવીર ક્રૂજના એક સ્વીમિંગ પૂલની)
આ યાત્રામાં કેટલાક ક્લાસ બનાવવામાં આવ્યા છે અને તેમાં તે પ્રમાણે ટિકિટની કિંમત અને સેવાઓ છે. એટલે કે પ્રતિ વ્યક્તિ ટિકિટ લગભગ 50 લાખ રૂપિયાથી શરૂ થઈ લગભગ દોઢ કરોડ રૂપિયા સુધી છે. વીઆઈપી મહેમાનો માટે 24 કલાક પર્સનલાઈઝ્ડ રૂમ સર્વિસની સાથે જ પ્રાઈવેટ ઊંઘવાનું અને સુપરયાટ જેવી સુવિધાઓ પણ છે. (તસવીર - ક્રૂઝના એક લાઉન્ઝની)
100 વર્ષ જુના ટાઈટેનિકની લંબાઈ 882 ફૂટ હતી. પરંતુ, આ ક્રૂઝની લંબાઈ 745 ફૂટ અને પહોંળાઈ 94.5 ફૂટની છે. જો આ ક્રૂઝ પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ચાલ્યું, તો યાત્રાના 210થી 2016મા દિવસ વચ્ચે એટલે કે એક અઠવાડીયા સુધી ભારતની બોર્ડ પર રહેશે. ચેન્નાઈ, કોચિન, ગોવા અને મુંબઈ, ભારતના આ ચાર દરીયા કિનારા પર થોડો સમય રોકાઈ આ ક્રૂઝ યાત્રા કરશે. (તસવીર - ક્રૂઝના થિયેટરની)
આ ક્રૂઝ પર અન્ય શું હશે અને શું નહીં? પાણીની અઢી લાખ બોટલો, 90 હજાર બોટલ વાઈન, 1 લાખ ટોયલેટ રોલ્સ વગેરે સાથે એકદમ લક્ઝરી યાત્રાનો અનુભવ આપનારા આ ક્રૂઝ પર બે વસ્તુ ન હોવાનું પણ તેને ખાસ બનાવે છે. પ્રથમ, આ ક્રૂઝ પર બાળકોને મંજૂરી નથી જેથી 18 વર્ષથી વધુ ઉંમરના યાત્રીઓ જ આ ક્રૂઝ પર હશે અને બીજી વાત કે આ ક્રૂઝમાં કસીનોની સુવિધા નહી હોય. પરંતુ, દાવો છે કે, મનોરંજનના સાધનોની અચત નહીં હોય. (તસવીર - ધ સન, માયલંડન, સીએનએન અને વાયકિંગક્રૂઝેજથી સાભાર)