આપણા રસોડામાં નાના નાના કામની સાથે નાની નાની એટલી બધી મુંઝવણ હોય છે કે તેનો ઉકેલ માથાનો દુખાવો હોય છે. જેમકે તમે ઘરે માખણ કે મલાઈ બનાવ્યાં પછી વધેલા મિશ્રણ જેને આપણે 'બગરી' કહીએ છીએ તેને વાપરવાની કેટલી માથાકુટ હોય છે કેટલાક તેને ફેંકી દેતા હોય છે કે કેટલાક તેને થોડી થોડી કરીને વાપરતાં હોય છે આજે તેને વાપરવાનો અનોખો રસ્તા જોઈએ અને આ સાથે અન્ય ટ્રિક્સ (kitchen tricks) પણ જોઇએ.