Home » photogallery » જીવનશૈલી » જંક ફૂડ્સનું સેવન શરીરને બનાવે છે વૃદ્ધ અને રોગનું ઘર, જાણો કેમ ન ખાવું જોઇએ તે!

જંક ફૂડ્સનું સેવન શરીરને બનાવે છે વૃદ્ધ અને રોગનું ઘર, જાણો કેમ ન ખાવું જોઇએ તે!

જંક ફુડનાં સેવન કરવાથી તમારું શરીર ખૂબ જ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. તો જો જંક ફૂડ જોઈને તમારા મોઢામાં પાણી આવી જાય છે અથવા આ ચીજોની ક્રેવિંગ થાય છે, તો સમય રહેતા તમારે સાવધાન થઈ જવું જોઈએ.

विज्ञापन

  • 14

    જંક ફૂડ્સનું સેવન શરીરને બનાવે છે વૃદ્ધ અને રોગનું ઘર, જાણો કેમ ન ખાવું જોઇએ તે!

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શું તમને પણ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, નૂડલ્સ અને ફ્રાઇડ ટિક્કી, મોમોઝ, સોડા ડ્રિંક વગેરે ખૂબ જ પસંદ છે. યુવાનો અને બાળકોમાં હાલના દિવસોમાં આ પ્રકારના ફૂડનો ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો તો રાત પડતાંની સાથે જ અથવા તો વીકેન્ડમાં બહાર જતા સાથે જ આ ફૂડ્સની ક્રેવિંગ થવા લાગે છે. મોટાભાગના લોકો તો જાણે જ છે કે આ પ્રકારના ફૂડનું સેવન કરવાથી ખૂબ જ નુકસાન થાય છે. પરંતુ કદાચ આ વાત તમારા માટે નવી હશે, કે જંક ફુડનાં સેવન કરવાથી તમારું શરીર ખૂબ જ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. તો જો જંક ફૂડ જોઈને તમારા મોઢામાં પાણી આવી જાય છે અથવા આ ચીજોની ક્રેવિંગ થાય છે, તો સમય રહેતા તમારે સાવધાન થઈ જવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 24

    જંક ફૂડ્સનું સેવન શરીરને બનાવે છે વૃદ્ધ અને રોગનું ઘર, જાણો કેમ ન ખાવું જોઇએ તે!

    જંક ફૂડ થી જલ્દી મોતનો ખતરો વધે છે- એક રિસર્ચ અનુસાર અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાથી તમારું શરીર ઝડપથી વૃદ્ધ થવા લાગે છે અને જલ્દી મૃત્યુનો ખતરો પણ વધે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ તે હોય છે જેને બનાવવામાં વધારે તેલ, ફેટ, શુગર, સ્ટાર્ચ, મીઠું અને પ્રોટીન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ફૂડ્સ રિફાઇન્ડ ઇંગ્રીડીએંટ્સ થી બને છે, જેના કારણે તેમાં શરીર માટે પોષક તત્વો ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આ ફૂડને સ્વાદિષ્ટ અને સુંદરની સાથે સાથે ખરાબ થવાથી બચાવવા માટે તેને બનાવતા સમયે તેમાં આર્ટિફિશિયલ ફ્લેવર, કલર, ઇમલ્સિફાયર, પ્રિજેર્વેટિવ અને અન્ય ચીજો ઉમેરવામાં આવે છે અને આ બધી ચીજો આપણા શરીર માટે નુકસાનકારક હોય છે.

    MORE
    GALLERIES

  • 34

    જંક ફૂડ્સનું સેવન શરીરને બનાવે છે વૃદ્ધ અને રોગનું ઘર, જાણો કેમ ન ખાવું જોઇએ તે!

    ઝડપથી વૃદ્ધિ થવા લાગે છે શરીર- વ્યક્તિના બધા સેલ્સમાં ક્રોમોસોમ્સનાં ૨૩ જોડ હોય છે, જેમાં જેનેટિક કોડ હોય છે. આ ક્રોમોસોમ્સ થી જોડાયેલ ટેલોમેયર્સ સામાન્ય રીતે તો કોઈ જેનેટિક સૂચના રાખતા નથી, પરંતુ તેના કારણે જ ક્રોમોસોમ્સને સ્થિરતા મળે છે. જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધે છે, તેના ટેલોમેયર્સ વહેંચાઈ જવાને કારણે નાના થતા જાય છે. પરંતુ નવા રિસર્ચ અનુસાર પ્રોસેસ્ડ ફૂડનું સેવન વ્યક્તિમાં આ બદલાવ પ્રાકૃતિક ગતિની અપેક્ષામાં ખૂબ જ ઝડપથી વધી જાય છે, જેના કારણે વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે.

    MORE
    GALLERIES

  • 44

    જંક ફૂડ્સનું સેવન શરીરને બનાવે છે વૃદ્ધ અને રોગનું ઘર, જાણો કેમ ન ખાવું જોઇએ તે!

    જંક ફૂડના અન્ય ખતરા- આ ખતરા સિવાય પણ જંકફૂડ ખાવાથી ઘણી બધી પરેશાનીઓ થાય છે. જેના કારણે વ્યક્તિના શરીરમાં ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. જેમ કે ટાઈપ-૨ ડાયાબિટીસ, સ્થૂળતા, કેન્સર, કિડનીમાં પથરી, લીવર સિરોસીસ, હાર્ટ એટેક, સ્ટ્રોક વગેરે.

    MORE
    GALLERIES