Janmashtami 2021: શ્રાવણમાં શિવશંકરને પ્રસન્ન કરવા અનેક લોકો એક જ સમયે જમીને ઉપવાસ કરતા હોય છે. પરંતુ ભૂખ લાગે ત્યારે બટાકા કે કેળાની કાતરી ખાતા હોય છે. પરંતુ આ બહારની કાતરી વધુ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તો તમે તેના બદલામાં સીંગના લાડુ બનાવીને રાખી શકો છો. ભૂખ લાગે ત્યારે એક બે લાડુ ખાઇને તમે તૃપ્ત થઇ જશો અને વધારે ભૂખ પણ નહીં લાગે. તો આજે આપણે જોઇએ આ લાડુ કઇ રીતે બનાવીશું.