

જન્માષ્ટમી હિન્દુઓનો પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે. કૃષ્ણના જન્મની રાતે તેમનો મનગમતા માખણની સાથે પંજરીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. પંજરી સુકાધાણામાંથી બને છે અને સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી હોય છે. અલગ અલગ લોકો આને અલગ અલગ રીતે બનાવે છે. તો આજે આપણે જોઇએ કે કૃષ્ણનો પ્રસાદ પંજરીને પારંપરિક રીતે કેવી રીતે બનાવાય છે.


પંજરી માટેની સામગ્રી - 200 ગ્રામ સૂકા ધાણાના પાવડર 100 ગ્રામ બુરુ ખાંડ 200 ગ્રામ કોપરાનું છીણ 10 નંગ વાટેલી ઈલાયચી 100 ગ્રામ સૂકા મેવાનો પાવડર50 ગ્રામ કિશમિશ2 કપ ઘી


પંજરી બનાવવાની રીત - એક પેનમાં ઘી ગરમ કરો અને તેમા સૂકામેવા નાંખી થોડુ શેકીને બાજુ પર મુકો. ત્યારબાદ ધાણા પાવડરમાં ઈલાયચી પાવડર મિક્સ કરો. તેમાં તળેલા સુકામેવાને ક્રશ કરીને ભૂકો પણ કરી શકો કે પછી આખા પણ નાંખી શકો. સૂકી દ્રાક્ષ, કોપરાનું છીણ અને ખાંડ મિક્સ કરો. પંજરીને સારી રીતે ભેળવો. હવે તમે તેમાં સૂકામેવાની કતરણ કરીને તેને મિક્સ કરી લો. તૈયાર છે શ્રીકૃષ્ણનો પંજરીનો પ્રસાદ.