મોટાભાગના ગુજરાતીઓને (Gujarat) જમતી વખતે ગોળમાં ઘી (Jaggery and Ghee) નાંખીને ખાવાની આદત હોય છે. શિયાળામાં (Winter) ગોળને ગુણકારી માનવામાં આવે છે. ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં ઘી નાંખીને ખાવાથી અનેક લાભકારી ગુણો આપણા શરીરને મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. તો આજે આપણે જોઇએ કે ગોળ અને ઘી કેમ કોઇ સુપરફૂડથી (superfood) ઓછું નથી, જોઇએ તેના ફાયદા
જો તમને ગેસ કે એસિડિટી થતી હોય તો જમ્યાં પછી થોડો ગોળ ખાઓ. ઘણાં લોકોને ઠંડીને લીધે કાનમાં દુખાવો થતો હોય તો કાનમાં સરસો તેલના ટીપાં નાખો અને ગોળમાં ઘી મિક્સ કરીને ખાશો તો દુખાવો મટી જશે. ગોળ મેગ્નેશિયમનુ સારુ સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશીયો અને રક્ત વાહિનીઓને રાહત મળે છે. ગોળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેનથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. (Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની કોઇ પુષ્ટી નથી કરતું. આનો ઉપયોગમાં કરતા પહેલા જાણકારની સલાહ લેવી જરૂરી છે.)