ડાયપર શિશુ માટે ઘણું નુક્સાનકારક હોય છે.પ્લાસ્ટિકના કારણે ઘણા પ્રકારના ઈન્ફેક્શન શક્ય છે.કારણ કે બાળકની સ્કિન સેન્સિટિવ હોય છે. ઈન્ફેક્શનથી બચવા માટે ડાયપર 3-4 કલાકે બદલવું જોઈએ.સાફ-સફાઈનું ધ્યાન રાખો, બાળકની સ્કિન પર રેશિસ પડી શકે છે. જો ડાયપરની જગ્યાએ કપડાનો ઉપયોગ કરતા હોવ તો, ભીનું થતાં તરત જ બદલો. બાળકને રોજ ના નવડાવશો, નહિંતર તેની સ્કિન ડ્રાય થઈ જશે. અઠવાડિયામાં 2 દિવસ નવડાવવું સારો વિકલ્પ છે.બાકીના દિવસે બેબીને સ્પંજ કરવું જોઈએ. ડાયપર પહેરાવતા હોવ તો ગર્ભનાળથી બચાવો.તેને ઈન્ફેક્શન અનને બેક્ટેરિયાથી બચાવો.