આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2021) દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસે યોગની મહત્તા અને આવશ્યકતા વિશે લોકોમાં જાગૃતિ વધારવામાં આવે છે. યોગ કરવાથી સ્વસ્થ રહી શકાય છે. શારીરિક અને માનસિક શાંતિ માટે યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ પાસે રોગોને નિવારવાના આસનો હોય છે. તો આજે આપણે, જોઈન્ટ પેઈન (joint Pain) એટલે સાંધાનો દુખાવો યોગ દ્વારા કઇ રીતે છૂમંતર કરી દેવાય તે જોઇશું. જ્યારે સાંધાનો દુખાવો થાય છે ત્યારે ઘણો અસહ્ય લાગે છે. જો તેનો કોઈ ઉપાય ન કરવામાં આવ્યો તો તે અસહ્ય બની જાય છે. તેના માટે અહીં એક સારો અને સરળ ઉપાય સુચવવામાં આવ્યો છે. શરીરમાં કુલ 84 વાયુ છે. વાયુ રોગીને પરેશાન કરી મૂકે છે. સ્વાસ્થ્ય અને શાંતિ માટે વાયુનું સંતુલન અનિવાર્ય છે અને તે સ્થિતિ વાયુ મુદ્રા (vayu Mudra) દ્વારા શક્ય બને છે.
મુદ્રા વિજ્ઞાન એટલે શું? - મુદ્રા વિજ્ઞાન એટલે આંગળીઓની સ્થિતિનું વિજ્ઞાન. મુદ્રાભ્યાસ કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું બનાવવામાં સહયોગ મળે છે. આ શરીર પંચતત્વોના યોગથી બને છે. આ પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ છે. આ પંચ તત્વો આપણા હાથની પાંચ આંગળીઓ પ્રતિનિધિત્વ કરે છે. જેમાં અંગૂઠો આગનું, અંગુઠાની પાસેની પહેલી આંગળી વાયુનું, મધ્યમ આંગળી (સૌથી લામ્બી) આકાશનું અને રીંગ આંગળી (પ્રવિત્રી આંગળી) અર્થ અથવા પૃથ્વીનું અને ટચલી આંગળી પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. મુદ્રા એક એવું સર્વોચ્ચ વિજ્ઞાન છે જે માણસના મન અને મગજનો બહારથી અને અંદરથી તેનો અભ્યાસ કરે છે.