મહિલા દિવસે તમે કંઇક નવુ ટ્રાય કરવા ઇચ્છો છો તો ફૂલો વાળી મહેંદી ડિઝાઇન્સ તમને મસ્ત લુક આપે છે. આનાથી તમારા હાથ મસ્ત લાગે છે. ફ્લાવર ડિઝાઇન્સ એક એવી છે જેની ક્યારે પણ ફેશન જતી નથી. આનાથી તમારા હાથ ખીલી ઉઠે છે. આ એક સિમ્પલ અને હાઇ લુક ડિઝાઇન્સ છે. તમે માત્ર બેક સાઇડ લગાવવાનું વિચારી રહ્યા છો તો આ એક બેસ્ટ ડિઝાઇન્સ છે. Image-Instagram/stylishmehndidesign
બેક સાઇડ પર લગાવવામાં આવેલી આ મહેંદી ડિઝાઇન્સ તમારા હાથમાં મસ્ત લાગે છે. આ ડિઝાઇન યુનિક છે. આ ડિઝાઇન સરળતાથી હાથમાં મુકી શકાય છે. તમને મહેંદી મુકવાનો શોખ છે અને તમને પોતાને મહેંદી મુકતા આવડે છે તો આ ડિઝાઇન તમે ટ્રાય કરી શકો છો. આ ડિઝાઇન દરેક લોકોના હાથમાં મસ્ત લાગે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમે મસ્ત તૈયાર થઇને ઘરની રોનક વધારી શકો છો. તો તમે પણ આ ડિઝાઇન્સ ટ્રાય કરો. Image-Instagram/henna_by_waji
ઘણી મહિલાઓને આખો હાથ ભરાઇ જાય એવી મહેંદી ડિઝાઇન્સ ગમતી હોતી નથી. આ મહિલાઓ માટે આ ડિઝાઇન બેસ્ટ છે. આમાં તમે આંગળીઓ પર ટોપ સર્કલ, પાંદડીઓ અને વચ્ચે મોટુ ફૂલ બનાવી શકો છો. આ ફૂલ દેખાવમાં બહુ મસ્ત લાગે છે. તમે ઇચ્છો છો તો હથેળીઓમાં પણ આ ડિઝાઇન્સ મુકી શકો છો. આ ડિઝાઇન જોતાની સાથે જ લોકોને ગમી જશે. Image-Instagram/henna_by_waji