લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં ભલે દેશભરમાં ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોય પણ જરુર ન હોય તો બહાર જવું ટાળવું. એજ પ્રમાણે આ સમયમાં સ્કિન કેર પણ એટલી જ મહત્વની છે. તેથી જ તમારાથી બનતા બધા ઉપાય જો ઘરમાં જ થઇ જતા હોય તો બહાર જવું નહીં. પાર્લરમાં ગયા વગર રસોડામાં હાજર વસ્તુઓથી જ તમે સ્કિનને ગ્લોઇંગ કરી શકો છો.