Home » photogallery » જીવનશૈલી » રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow

રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow

હાલમાં જે પ્રમાણે કોરોનાનાં કેસ વધી રહ્યાં છે તે જોતા બ્યૂટી ટ્રિટમેન્ટ ઘરે જ લેવી હિતાવહ છે. આવા સમયે તમારા રસોડામાં હાજર વસ્તુઓથી તમારી સ્કિનને તમે ગ્લોઇંગ બનાવી શકો છો.

  • 18

    રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આ કોરોના કાળમાં બહાર જવાનું ટાળવું અને તેમાં પણ પાર્લરમાં તો અવશ્ય ન જવું. ત્યાં કોણ આવ્યું ગયું તે અંગે ચિંતા રહે છે અને હાલમાં જે પ્રમાણે કોરોનાનાં કેસ વધી રહ્યાં છે તે જોતા બ્યૂટી ટ્રિટમેન્ટ ઘરે જ લેવી હિતાવહ છે. આવા સમયે તમારા રસોડામાં હાજર વસ્તુઓથી તમારી સ્કિનને તમે ગ્લોઇંગ બનાવી શકો છો. આ ઉપાય તમને ઇન્સ્ટંટ ગ્લો આપશે.

    MORE
    GALLERIES

  • 28

    રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow

    ચાલો ત્યારે ચહેરા પરની ચમક ઇન્સટન્ટ લાવવી હોય તો જાણી લો આ સરળ ઉપાય અને અજમાવી પણ જુઓ.

    MORE
    GALLERIES

  • 38

    રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow

    મધ- એક ચમચી મધ અને થોડુ ગરમ પાણી. પહેલા થોડા ગરમ પાણીથી તમારા ચહેરાને ધોઇ લેવો. અને ત્યાર બાદ. ફેસ વોશ કરીએ એ રીતે મધને લઇને તમારા ચહેરા પર 2થી 3 મિનીટ મસાજ કરો. અને પછી નળના પાણીથી ચહેરો ધોઇ લો.

    MORE
    GALLERIES

  • 48

    રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow

    લીંબુ- લીંબુનાં રસમાં થોડું મધ મિક્સ કરી તેને ચહેરા પર લગાવો. આ ફેસ પેક 15 મિનિટ સુધી લગાવી રાખો બાદમાં ચહેરો નોર્મલ પાણીથી ધોઇ દો. ચહેરા પર નીખાર જોવા મળશે. નિયમિત લગાવવાથી ખીલ, ડાધ ધબ્બા તમામ સમસ્યાઓ દૂર થતી જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 58

    રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow

    મલાઇ અને હળદર- મલાઇ અને હળદરને મિકસ કરીને તમારી ત્વચા પર રગડો. 5-10 મિનિટ પછી તમારો ચહેરો ધોઇ લો. આ ઉપાયથી તમારા ચહેરા પર તરત જ ચમક આવી જશે. તે સિવાય ચહેરામાં ચમક લાવવા માટે ચંદન, ચણાનો લોટ, હળદરથી ફેસપેક બનાવીને ચહેરા પર રગડો તેનાથી સ્કિનમાં ચમક આવવાની સાથે ત્વચા મુલાયમ થઇ જશે.

    MORE
    GALLERIES

  • 68

    રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow

    ચહેરા પર ચમક લાવવા માટે કાચા પપૈયાનો પણ ઉપયોગ કરી શકો છો. પપૈયાને સમારીને તેના બીજ અલગ કરી દો. તેના પલ્પને પીસીને તેમા ગુલાબજળ મિક્સ કરી લો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર લગાવી દો અને 15 મિનિટ પછી ચહેરાને ધોઇ લો.

    MORE
    GALLERIES

  • 78

    રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow

    ટામેટામાં એન્ટીઓક્સીડેન્ટ વધારે પ્રમાણમાં રહેલા છે. ટામેટામાં પણ બ્લીચ ક્રીમના ગુણ રહેલા છે. ટામેટાને પીસીને તેની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તેને 10-15 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો અને બાદમાં પાણીથી ધોઇ લો. રોજ આ ઉપાય કરવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે.

    MORE
    GALLERIES

  • 88

    રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow

    આઇસ ક્યુબ- જો ચહેરા પર આઇસ ક્યૂબથી માલીશ કરવામાં આવે તો ચહેરામાં ઇન્સ્ટંટ ગ્લો આવી જાય છે.

    MORE
    GALLERIES