

એ વાતને તો લોકો જાણે છે કે, વિદેશમાં એવી કેટલીક જગ્યાઓ છે, જ્યાં ભારતીયોના ફરવા જવા પર પ્રતિબંધ લાગેલો છે, પરંતુ શું તમે જાણો છો ભારતીયો પર આવો જ પ્રતિબંધ આપણા પોતાના દેશમાં પણ છે. ભારતમાં પમ એવી કેટલીક સુંદર જગ્યાઓ છે, જ્યાં ભારતીય લોકોને જવા પર મનાઈ છે. જો તમે ફરવા જતા હોય તો જરૂર ચેક કરી લેજો કે તમારા પ્રવાસના લીસ્ટમાં આ શહેરોના નામ તો નથી ને.


ફ્રી કસોલ કેફે - હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં એવી કેટલીએ જગ્યાઓ છે જે સુંદરતાને કારણે લોકોને આકર્ષીત કરે છે. હિમાચલમાં વસેલું કસોલ ગામ ટૂરિસ્ટોની પહેલી પસંદગી જગ્યાઓમાંનું એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અહીં ભારતીય કરતા ઈજરાયલના લોકો વધારે આવે છે. અહીંની ફ્રી કસોલ કાફે રેસ્ટોરન્ટમાં ભારતીયોના આવવા પર પ્રતિબંધ છે. આ હોટલ માલિકનું કહેવું છે કે, મોટા ભાગના ભારતીય ટુરિસ્ટ પુરૂષ હોય છે, જે અહીં અન્ય પર્યટકો પાસે દુર્વ્યવહાર કરે છે.


ફોર્ન્સ ઓન્લી બીચ, ગોવા - ગોવા પર્યટકોનું પસંદગીનું સ્પોટ છે. ગોવામાં એવા કેટલાએ પ્રાઈવેટ બીચ છે, જ્યાં ભારતીયો માટે પ્રતિબંધ છે. અહીં માત્ર વિદેશી લોકોને જ એન્ટ્રી મળે છે. આમાં માલિકોનું કહેવું છે કે, વિદેશી લોકો બિકીની પહેરતા હોય છે, જેથી છેડછાડથી બચાવવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


બ્રોડલેન્ડ લોજ, ચેન્નાઈ - ચેન્નાઈમાં એવી કેટલીક હોટલ છે જ્યાં ભારતીયો માટે પ્રતિબંધ છે. આમાં સૌથી મુખ્ય છે બ્રોડલેન્ડ લોજ. આ લોજ ઈતિહાસમાં રાજા-મહારાજાનો મહેલ હતો. જે આજે હોટલ છે. અહીં માત્ર વિદેશીઓને રહેવાની જ પરમિશન આપવામાં આવે છે.


પોંડુચેરીના ફોર્નસ ઓન્લી બીચ - અહીં પણ ગોવાની જેમ વિદેશી સહેલાણીઓ આવે છે જે બિકીની પહેરી ફરતા હોય છે, જેથી વિદેશી મહિલાઓની છેડતી ન થાય તે માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


યૂનો-ઈન હોટલ, બેંગ્લોર - 2012માં આ હોટલ Uno-In ખાસ રીતે જાપીનીઓ માટે બનાવવામાં આવી હતી. પરંતુ પોતાના એક નિયમના કારણે આ હોટલ વિવાદોમાં ઘેરાઈ ગઈ. વર્ષ 2014માં હોટલ સ્ટાફે ભારતીય લોકોને રેસ્ટોરન્ટમાં જવા દેતા રોકી દીધા. આ બાબતે મોટો વિવાદ થયો. ત્યારબાદ 2014માં ગ્રેટર બેંગ્લોર સીટી કોર્પોરેશને જાતીય ભેદભાવના આરોપમાં આ હોટલ બંધ કરાવી દીધી.