

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં શિયાળાનો સમય છે તેથી જે લોકો વજન વધારવા ઇચ્છે છે તેમનાં માટે આ ઉત્તમ સમય છે જો તમે તમારા ખોરાક અને રૂટિનમાં થોડો બદલાવ લાવી દેશો તો તમે વજન વધારી (Weight Gain) શકો છો. અને તમારી પર્સનાલિટી (Personality) પણ બદલાઇ જશે. આ રીતે વજન વધારવાથી તમારું શરીર હેલ્ધી રેશે અને અને ડાયટ (Diet) પણ સારી રહેશે.


બદામમાં ઘણાં પ્રકારનાં પોષક તત્વો હોય છે તેને કોઇપણ રીતે ખાઇ શકો છો તે ફાયદો જ કરે છે. જોકે, તેને સંતુલિત માત્રામાં જ લેવી જોઇએ, આ આપણી તંત્રિકાઓનાં વિકાસ માટે જરૂરી છે. માનવામાં આવે છે કે, દરરોજ જો ચાર બદામ ખાવામાં આવે તો શારીરિક વિકાસ ઝડપથી થાય ચે. તેને તમારા નિત્યક્રમમાં શામેલ કરી લો


નારિયળનાં દૂધને તમારા રૂટિનમાં શામેલ કરી લો. તેનાંથી ભોજનની કેલરી વધે છે. શરીર વધે છે. નારિયળનું દૂધ ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે.


શિયાળાનાં સમયમાં જો તમે ઇંડા ખાતા હોવ તો તે હવે શરૂ કરી લો. તેનાંથી વિટામિન એ, ડી અને મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયલમ જેવાં મિનરલ પણ મળે છે. માનવામાં આવે છે કે, દરરોજ એક ઇંડુ ખાવાથી વજન વધે છે.


જ્યારે પણ વજન વધારવાં ઇચ્છો છો ત્યારે કેળા સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તે વજન વધારવાં સૌથી સારુ માનવામાં આવે છે. દરરોજ એક ગ્લાસ દૂધની સાથે કેળાનું સેવન કરવાથી વજન વધે છે. અને શરીર તદુરસ્ત પણ રહે છે.


આપને જણાવી દઇએ કે, બ્રાઉન રાઇસમાં કાર્બોહાઇડ્રેટ હોય છે અને ફાઇબર પણ. તેનાંથી વજન વધે છે અને તે સ્વાસ્થ્ય વર્ધક પણ છે. એવામાં જો આપ તેને ડાયટમાં શામેલ કરશો તો તે તમારા માટે ઉત્તમ છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય જાણકારી પર આધારિત છે. news18ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. તેનાં પર અમલ કરતાં પહેલાં સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરે.)