(હું એ સમુદાયમાંથી છું, જ્યાં સફેદ ચાદર પર લોહીના ધબ્બા પરથી દુલ્હનની આગળની લાઈફ નક્કી થાય છે. બાળપણ આ 'કાર્યક્રમ' જોઈને જ વીત્યું. વિરોધ શરૂ કર્યો તો જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી. હા, પણ એક વાત નક્કી છે કે મારી પત્નીને વર્જિનિટી ટેસ્ટથી પસાર ન થવું પડ્યું. વિવેક તમાઈચિકર, જે કુમારિકા પરીક્ષણ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે.)
કંજરનું બાળક
હું મહારાષ્ટ્રના કન્ઝર્વેટીવ સમુદાયમાંથી છું. આ જ વસ્તુ છે, જેને બૉલીવુડમાં ગાળો તરીકે જોવામાં આવે છે. કંજરનું બાળક એટલે નીચેની કક્ષાનો વ્યક્તિ. હું તેમનામાંથી જ એક છું. મારું બાળપણ નાની શેરીઓમાં પસાર થયું. ઘર દારૂની દુકાનોથી ઘેરાયેલું હતું, પરંતુ દરેક ઘરમાં દારૂ બનતું રહેતું. પરંતુ ત્યાં બીજી વિશેષતા એ હતી જેણે અમને અન્ય લોકો કરતા અલગ દર્શાવ્યું હતું, કુમારિકા પરીક્ષણ. લગ્નની રાત્રે વર-વધુ સાથે જે બનતું, તે રૂમમાંથી બહાર નીકળતું સફેદ શીટ સાથે.
આવી રીતે થતી શરૂઆત
લગ્નની રાત્રે કન્યાને ઘરે ન લઈ જતા લોજમાં લઈ જવામાં આવતી. તે માટે સૌ પ્રથમ લોજના રૂમની તપાસ કરવામાં આવી હતી કે તેમાં કોઈ તીવ્ર વસ્તુ તો નથી ને? તે પછી, કન્યાના કપડા ઉતારીને બરોબર તપાસ કરવામાં આવતી કે કોઈ ખોટ તો નથી ને? નવપરણિતની બંગડીઓ કપડા સાથે સખત રીતે બાંધી દેવામાં આવતી, જેથી તેને તોડીને લોહીના કાઢી શકાય. તે બાદ છોકરાને રૂમમાં મોકલવામાં આવતો. નક્કી કરાયેલા સમયમાં તેને 'બધો કાર્યક્રમ' કરવો પડે છે. વર-વધુનો પરિવાર બહાર ઉભો રહે છે. વચ્ચે-વચ્ચે દરવાજો કખડાવીને પૂછતો રહે છે કે બધું ઠીક તો ચાલી રહ્યું છે ને! કોઈની મદદની જરૂર તો નથી ને?
જો દરવાજાની બહાર કોઈ યુવા દંપતી જેમ કે ભાઈ-ભાભી હોય તો તે અંદર જાય છે. જઈને ડેમો આપે છે તે કેવી રીતે કામ કરવાનું છે. અમે જેવું કરીએ છે તેવું કરો. જો છોકરો નર્વસ લાગે તો તેને દારૂ પીવડાવી ઉક્સાવવામાં આવે છે. આ બધું એ માટે કે ચાદર પર લોહીના નિશાન આવે. લોહીનો ડાઘ લાગે તો છોકરી પવિત્ર છે. ન આવે તો છોકરીનું ભવિષ્ય નક્કી કરવામાં આવે છે
કેવો હતો તારો માલ?
બંને પરિવાર તે જ ચાદર લઈને પંચાયત જાય છે. અહીં છોકરાને પૂછવામાં આવે છે કે- શું તારો 'માલ' સાચો છે? છોકરાએ 3 વખત એલાન કરવાનું હોય છે કે- હા, મારો માલ ખરો નીકળ્યો. જો ચાદર પર લોહીના ડાઘ ન હોય તો છોકરાને પૂછે છે તે- શું તારો માલ ખોટો છે? છોકરાએ 3 વખત કહેશે- હા, મારો માલ ખોટો નીકળ્યો. તે બાદ છોકરીના માર-પીટ કરવામાં આવે છે અને તકલીફો વેઠ્યાં બાદ કંઈક ઓછું થાય છે.
જોતાં-જોતાં જ મોટો થયો મને પણ યાદ નથી મારો બાળપણમાં આ સાચા-ખોટા માલની કેટલી અસર થઈ. ત્યારે પ્રાઈમરી સ્કૂલમાં હતો. મારી એક કઝિનની લગ્નમાં ગયો. લગ્નની બીજી સવારે તૃકઝિનને મારવામાં આવી રહી હતી. પૂછાઈ રહ્યું હતું કે તને કોને 'ગંદી' કરી? હું જોતો રહ્યો. પરત ફરી ટીચરે એ જ પૂછી લીધું કે કેવા રહ્યા લગ્ન? મારો જવાબ નીકળ્યો- છોકરી ખરીબ નીકળી! પછી મમ્મીને ખબર પડતા તેમણે મને ઘણો માર્યો. પણ હું બાળક હતો.. રિઝલ્ટની દરેક રાહ જોઈ રહ્યા હતા સમજાયું નહીં કે ખરાબ કહીને કઝિનને મારવામાં આવી હતી અને મારા દ્વારા એ જ વાત કહેવાથી મને માર કેમ પડી. પણ એ વાત યાદ રહી ગઈ. તે પછી દરેક લગ્નમાં આ નક્કી કરાયેલો કાર્યક્રમ જોવો પડતો. શું રીઝલ્ટ આવશે. ત્યાં સુધી કે છોકરાને પણ ઉત્સુક્તા રહેતી. એક વખત એક લગ્નમાં છોકરો પર્ફોમ નહોતો કરી શકતો, તો આખી જાન તેમાં રોકાયેલી રહી. જ્યાં સુધી છોકરી સાચી-ખોટી સાબિત ન થાય, કોઈ જ અહીંથી નહીં હલે. શરૂઆત કરી
સમય સાથે સમજણ વધી. વજાઈના છોકરીની ઓળખાણ નથી. ડાઘ હોવા- ન હોવાના પાછળનું સાયન્સ પણ સમજ્યું. ત્યારે લોકોની સમજ પર પડેલા ડાઘ સાફ કરવાનું નક્કી કર્યું. પરંતુ નવી ફૂટેલી મૂંછવાળા છોકરાની વાત કોઈ ગંભીરતાથી નહોતું લેતું. વર્ષ 2015 માં મારી સગાઈ થઈ. મેં મારી ભાવિ પત્ની સાથે વાત કરી. તેની હા એ મારો અડધો ડર દૂર કરી દીધો. વગર મહેનતે હું અડધી લડાઈ જીતી ગયો.
હજારો ધમકીઓ શરૂ થઈ ત્યારે વર્જિનિટી ટેસ્ટના વિરોધે કોઈ મુહિમનો આકાર નહોતો લીધો. ફેસબુક પર right to privacy ને લઈને લખવા લાગ્યો. કુમારિકા પરીક્ષણ પર લખ્યું. તેમાંથી લોકોનું એક ગ્રૂપ બનવા લાગ્યું. જેમાં દેશમાંથી કંજર, સાંસી, પારઘી, છારા યુવા જોડાવા લાગ્યા. એક બાજુ અમારી મુહિમ સિદ્ધિ મેળવી રહી હતી, ત્યાં બીજી બાજુ મને ધમકીઓ મળવા લાગી. જાનથી મારી નાખવાની, ઉછાવી લેવાની. લગ્ન તોડાવી નાખવાની. મારા પરિવારે દબાવમાં આવીને મને ગરેથી કાઢી મૂકવાની ધમકી આપી દીધી. શક્ય ન થયુ તો રજિસ્ટર મેરેજ કરવા કહેવા લાગ્યા જેથી આ જંજટ ન રહે. હું નિર્ણ પર સ્થાયી રહ્યો. આ તો સારી પ્રથા છે અમારા લગ્ન પછી અમારો બહિષ્કાર થઈ ગયો. મારી પત્નીને સામાજિક ઉજવણીમાંથી બહાર રાખવાનું શરૂ થયું. પુણેમાં કલેક્ટર કચેરીની સામે અભિયાન નીકાલ્યું. તેમનું કહેવું હતું અમે પતિ-પત્ની સમાજના કાંટા છીએ. સમાજની સ્ત્રીઓનો નિરાદર કરી રહ્યા છે. કુમારિકા પરીક્ષણ પ્રથાની તરફેણમાં તેમની પાસે ખૂબ સારી દલીલ છે. આ તો છોકરીઓને નિયંત્રણમાં રાખવાની પ્રથા છે.

બાળપણમાં ટીચરને "છોકરી ખરાબ નીકળી" જણાવનાપ બાળક હવે ઘણો આગળ નીકળી ગયો છે. હા, હું સફેદ ચાદર પર લોહીના ડાઘ શોધનાર સમુદાયમાંથી છું. પરંતુ મારી કોશિશ એ છે કે આપણા પરથી આ ડાઘ દૂર થાય. પરિવાર, મિત્રોએ સંબંધ તોડી નાખ્યો. સાસરીવાળા ડરે છે કે તેમની છોકરીની આખી લાઈફ બહિષ્કારમાં નીકળવાની છે. પણ પત્ની સાથે છે.
(આ વર્ષે 6 ફેબ્રુઆરી બુધવારે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે રાજ્યના અનેક સમુદાયોમાં ચાલી રહેલી આ કૌમાર્ય પરીક્ષણની પ્રથા તાત્કાલિક યૌન પીડિત શ્રેણીમાં મૂકવામાં આવશે અને તેને દંડનીય સજાપાત્ર ગુનો કરવામાં આવશે.)