

આજકાલ વાળ નાની ઉંમરે સફેદ થવાની સમસ્યા અનેક લોકોમાં જોવા મળે છે. વળી અનેક લોકોને નાની ઉંમરે સફેદવાળીની ચિંતા પણ સતાવે છે. જેમાં વાતાવરણ, પ્રદૂષણ, આપણી જીવનશૈલી, ખાવા-પીવાની રીતભાત જેવી અનેક વસ્તુઓ અસર કરી જાય છે. વળી બજારમાં હાલ કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સ આપણે વાળને ડેમેજ કરી જાય છે. સાથે જ હેરફોલ પ્રોબ્લેમના કારણે પણ વાળ સફેદ થવા છે.


એવા સમયે તેને છુપાવવા માટે યંગસ્ટર્સ કેમિકલયુક્ત હેર કલર વાપરવાનું શરૂ કરી દે છે. જે બીજા આસપાસના વાળને પણ સફેદ કરવા લાગે છે. ત્યારે જો તમે પ્રાકૃતિક ઉપચાર દ્વારા વાળને કાળા રાખવા પ્રતિબદ્ધ હોવ તો અમેત તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઇને આવ્યા છીએ. વિગતવાર જાણો.


આમળાં વાળ કાળા કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. આમળાંની સિઝનમાં રોજે એક આમળું ખાવું જોઇએ કે પછી તેનો જ્યૂસ પીવો. તેમાં વિટામિન સી ભરપૂર હોય છે જે કોરોના કાળમાં તમારી ઇમ્યૂનિટી પણ વધારશે. આ સિવાય આમળાંના પાઉડરને વાળમાં મેંદીની સાથે લગાવવાથી પણ વાળ કાળા થવા લાગશે. આ નુસખો ચાલીસની ઉંમર સુધી કારગત નીવડે છે.


આ સિવાય દહીં પણ વાળ કાળા કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમા કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. વાળ કાળા કરવા માટે એક વાટકી દહીંમાં બે ટામેટાં ક્રશ કરીને નાખો, ત્યારબાદ તેમાં અડધું લીંબુ અને પાંચ ચમચી નીલગીરીનું તેલ ઉમેરો. આ મિશ્રણને અઠવાડિયામાં બે વાર માથામાં લગાવો


ડુંગળીનો રસ પણ ખોડો દૂર કરવાની સાથે વાળનો ગ્રોથ વધારવાના કામ ઉપયોગી થાય છે. જો કે દરેક લોકોને ડુંગળીના રસ સદતો નથી. માટે પહેલા ટ્રાયલ કરો અને પછી લગાવો. ડુંગળીમાં કેટાલેસ એન્ઝાઇમ વાળને કાળા કરવામાં મદદ કરે છે. આ માટે ડુંગીને પીસીને તેનો રસ વાળમાં લગાડી શકાય છે.


બાવળની છાલને મહેંદીમાં ભેળવીને લગાવાથી પણ વાળ કાળા અને મુલાયમ થાય છે. આ પેસ્ટ ત્રણ કલાક માથે રાખી વાળ ધોઇ દો. થાય તો આ મિશ્રણમાં થોડી પીસેલી મેથીના દાણા પણ ઉમેરો તેનાથી ખોડાની સમસ્યામાં પણ રાહત રહેશે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારીત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની કોઇ પુષ્ટિ નથી કરતું. ઉપરોક્ત વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા વિશેષજ્ઞો કે જાણકારોથી સલાહ લેવી.