Change Language
1/ 4


પીઝા ટામેટા સોસ સામન્ય રીતે આપણે માર્કેટમાંથી તૈયાર લઇ આવતા હોઇએ છીએ. પરંતુ ઘરે પણ આપણે થોડી જ મિનિટોમાં ટેસ્ટી પિઝા સોસ બનાવી શકીએ છીએ. તો આજે જોઇએ તે બનાવવાની સામગ્રી અને તેની રીત.
2/ 4


પીઝા ટામેટા સોસ બનાવવા માટેની સામગ્રી : ૪-૫ નંગ ટામેટા, ૧/૪ – નાની ચમચી મીઠું (સ્વાદ અનુસાર), ૨ - ચપટી કળા મરીનો પાઉડર, ૬-૭ નંગ તુલસીના પાન,૨ – ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ અથવા માખણ
3/ 4


રીત : ટામેટાને પાણીથી ધોઈ લેવા, મોટા ટુકડામાં સમારવા અને પીસી લેવા. નાની કડાઈમાં ઓલિવ ઓઈલ નાંખી ગરમ કરવું. પીસેલા ટામેટા, મીઠું, મરીનો પાઉડર, તુલસીના પાન (પાનને તોડી ને) નાંખવા અને ઘટ થાય ત્યાં સુધી તેને પાકવા દેવું. એટલે પિઝા ટામેટા સોસ તૈયાર છે.