– એક વાસણમાં છ કપ જેટલુ દૂધ લો અને મિડિયમ ફ્લેમ પર તેને ઉકાળો, દૂધ ઉકળે એટલે તેમા 2 ટેબલ સ્પૂન જેટલુ વિનેગાર કે લીંબુનો રસ નાખો. વિનેગર ન હોય તો એક ચતુર્થાંશ કપ જેટલુ દહીં પણ વાપરી શકાય. એક મિનિટ સુધી દૂધને બરાબર હલાવો., તરત જ દૂધ છુટુ પડવાની શરૂઆત થઈ જશે. જો આમ ન થાય તો ફરીથી ગેસ ઓન કરો અને દૂધને છુટુ ન પડે ત્યાં સુધી ઉકાળો. જરૂર લાગે તો વધુ એક ચમચી વિનેગર ઉમેરો.
– વધારાનું બધુ જ પાણી નીચોવી લો. કપડામાં બાંધેલા પનીરને 30 મિનિટ સુધી થોડી ઉંચી જગ્યા પર લટકાવી રાખો જેથી વધારાનું બધુ જ પાણી નીકળી જાય. બધુ પાણી નીકળી ગયા પછી પણ તેમાં ભેજ રહેશે., પનીરની ઉપર 3-4 કલાક માટે કોઈ ભારે વાસણ મુકી રાખો જેથી તે એકદમ સેટ થઈ જાય, 3-4 કલાક બાદ તમને એકદમ ફ્રેશ અને સરસ ટેક્સ્ચરવાળુ પનીર મળશે.