Home » photogallery » જીવનશૈલી » ઘરે બનાવો લીંબુ અને ખાંડનું 100% નેચરલ સુગર વેક્સ, 5 મિનિટમાં થઇ જશે તૈયાર

ઘરે બનાવો લીંબુ અને ખાંડનું 100% નેચરલ સુગર વેક્સ, 5 મિનિટમાં થઇ જશે તૈયાર

100% Natural Sugar Wax: અમે અહીં આપનાં માટે ઘરે વેક્સ બનાવવાની ટ્રિક લઇને આવ્યાં છીએ. જે 100 ટકા નેચરલ, હર્બલ અને સ્કિન માટે ઉત્તમ છે તેની મદદથી તમે હેર રિમૂવ તો કરીજ શકશો પણ આ સાથે જ તમારી સ્કિન પણ કાળી નહીં પડે. ત્યારે ચાલો નજર કરીએ ઘરે વેક્સિંગ બનાવવાની ટ્રિક

विज्ञापन

  • 15

    ઘરે બનાવો લીંબુ અને ખાંડનું 100% નેચરલ સુગર વેક્સ, 5 મિનિટમાં થઇ જશે તૈયાર

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોરોનાનાં (Corona) આ દિવસોમાં બને એટલું લોકોનાં સંપર્કમાં આવવાનું ટાળતા હોય છે લોકો અને આ માટે થઇને હવે કેટલીક સામાન્ય બ્યુટી ટ્રિટમેન્ટ માટે પાર્લરમાં જવાં કરતાં લોકો ઘરે જાતે જ પોતાની સ્કિન અને હેર કેરનું ધ્યાન રાખતા હોય છે. આવાં સમયમાં જો તમે પણ ઘરે જ વેક્સીંગ કરતાં હોવ અને બજારથી વેક્સનાં ડબ્બા લાવતા હોવ તો આ સમાચાર તમારે વાંચવાં જેવાં છે. અમે અહીં આપા માટે ઘરે વેક્સ બનાવવાની ટ્રિક લઇને આવ્યાં છીએ. જે 100 ટકા નેચરલ, (100% Natural Sugar Wax) હર્બલ અને સ્કિન (Skin Care) માટે ઉત્તમ છે તેની મદદથી તમે હેર રિમૂવ (Hair Remove) તો કરીજ શકશો પણ આ સાથે જ તમારી સ્કિન પણ કાળી નહીં પડે. ત્યારે ચાલો નજર કરીએ ઘરે વેક્સિંગ બનાવવાની ટ્રિક

    MORE
    GALLERIES

  • 25

    ઘરે બનાવો લીંબુ અને ખાંડનું 100% નેચરલ સુગર વેક્સ, 5 મિનિટમાં થઇ જશે તૈયાર

    ઘરે વેક્સ બનાવવા માટે નીચેની સામગ્ર નોંધી લો. એક પેનમાં બે કપ ખાંડ, અડધો કપ લીંબુનો રસ અને એક 1/4 કપ પાણી ઉમેરો. તમે ઇચ્છો તો આમાં કોઇ એશિશિયલ ઓઇલના બે ટીપા પણ સારી સુંગધ માટે નાંખી શકો છો. તે જરૂરી નથી. આ મિશ્રણને પેનમાં તૈયાર કરીને તેને ગેસ પર મૂકી દો. ગેસ ચાલુ કરો. અને પછી એક મોટી ચમચીથી વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. આમ ત્યાં સુધી કરો જ્યાં સુધી ખાંડ સંપૂર્ણ પણે ઓગળી જાય અને એક સીરપ જેવું બની જાય ત્યાં સુધી તેને ગરમ કરો. તમે આંગળીથી ચેક કરી શકો છો કે તેમાં એક તાર જેવી ચાસણી થઇ કે નહીં. બે તારથી વધુની ચાસણી ન કરવી. આ વેક્સિંગ માટે પરફેક્ટ છે. આ વેક્સ તૈયાર થવામાં ત્રણથી પાંચ મિનિટનો સમય લાગશે.

    MORE
    GALLERIES

  • 35

    ઘરે બનાવો લીંબુ અને ખાંડનું 100% નેચરલ સુગર વેક્સ, 5 મિનિટમાં થઇ જશે તૈયાર

    હવે વેક્સિંગ સ્ટ્રિપની જગ્યાએ જો તમારી પાસે જૂનાં જીન્સનાં કપડાં હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. આ જીન્સનાં કપડાને લાંબા લંબા ચોરસ પટ્ટાના આકારમાં કાપી વેક્સિંગની સ્ટ્રિપ બનાવી લો. જ્યારે વેક્સ થોડું ઠંડું પડે એટલે ફ્લેટ ચમચીની (બટર નાઇફ) મદદથી તેને સાફ સ્ક્રીન પર લગાવો. અને પછી જીન્સની સ્ટ્રિપથી વિરુદ્ધ દિશામાં ખેંચી વાળને દૂર કરો.

    MORE
    GALLERIES

  • 45

    ઘરે બનાવો લીંબુ અને ખાંડનું 100% નેચરલ સુગર વેક્સ, 5 મિનિટમાં થઇ જશે તૈયાર

    બાદમાં તમે આ જીન્સના સ્ટ્રીપ સાબુથી સાફ કરીને ફરીથી વાપરી શકો છો. અને વધેલા વેક્સને કાચની બરણીમાં ભરી બીજી વાર માટે ઉપયોગમાં લઇ શકો છો. બીજી વાર વપરાશ કરતા પહેલા તેને ગેસ પર ગરમ કરી લો.

    MORE
    GALLERIES

  • 55

    ઘરે બનાવો લીંબુ અને ખાંડનું 100% નેચરલ સુગર વેક્સ, 5 મિનિટમાં થઇ જશે તૈયાર


    વેક્સ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી વાત- વેક્સ કરતા પહેલાં તમારા હાથ-પગને બરાબર ધોઇ લો અને પછી લૂંછીને આગળની પ્રોસેસ કરો.
    જો તમને પરસેવો વધારે થતો હોય તો પાઉડર લગાવો. પાઉડર લગાવ્યા પછી વેક્સ કરવાથી તમારી સ્કિન પરની રૂંવાટી નિકળવામાં વાર નહિં લાગે.
    તમારા ઘરમાં એસી હોય તો બને ત્યાં સુધી એસીમાં વેક્સ કરો તો રિઝલ્ટ સારુ મળશે. વેક્સ કરતી વખતે હંમેશા વિરુદ્ધ દિશામાં કપડાથી ખેંચો.

    MORE
    GALLERIES