Skin care: સામાન્ય રીતે ચહેરા પર ગ્લો લાવવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ લેતા હોય છે. આ સાથે અનેક પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સનો યુઝ કરે છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ ટાઇપ્સની ટ્રિટમેન્ટ અને બ્યૂટી પ્રોડક્ટ્સમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જે સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. પરંતુ તમે ઘરેલુ નુસખાઓથી સ્કિનની કેર કરો છો તો કોઇ સાઇડ ઇફેક્ટ્સ થતી નથી અને સ્કિન મસ્ત થાય છે.
આમ,વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ક્યાંક બહાર જવાનું થાય ત્યારે ગ્લોઇંગ સ્કિન માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. આમ, તમે ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ઇચ્છો છો તો બેસન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ચણાના લોટમાંથી તમે ફેસ પેક બનાવો છો અને ફેસ પર લગાવો છો તો ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે અને સાથે સ્કિન પણ મસ્ત થાય છે. તો જાણો ઘરે કેવી રીતે ચણાના લોટમાંથી ફેસ પેક બનાવશો.