Use of curd: સામાન્ય રીતે ગરમીમાં દહીં વધારે ખાટું થઇ જાય છે. ઘણાં બધા લોકોના ઘરમાં મોળુ દહીં ખાવામાં આવે છે. ખાટું દહીં હેલ્થને કોઇ નુકસાન પહોંચાડતુ નથી, પરંતુ ટેસ્ટમાં અનેક લોકો ખટાશ ખાઇ શકતા નથી. આમ વાત કરવામાં આવે તો ખાટું દહીં ફેંકી દેતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે ખાટાં દહીંને તમે પણ ફેંકી દો છો તો હવેથી આ ભૂલ ના કરતા. ખાટાં દહીંનો ઉપયોગ તમે રસોડામાં અનેક રીતે કરી શકો છો. તો જાણો કેવી રીતે ખાટું દહીં તમારી મહેનતને ઓછી કરવાનું કામ કરે છે.
ટાઇલ્સ પરના ડાઘા દૂર કરો: ઘરમાં ઘણી બધી જગ્યાઓ એવી હોય છે જ્યાં આપણે દરરોજ સફાઇ કરી શકતા નથી. એવામાં વાત કરવામાં આવે તો બાથરૂમ, રસોડાની ટાઇલ્સમાં અનેક કારણોસર ડાઘા પડી જાય છે. આ ડાઘાને દૂર કરવા માટે તમે ખાટાં દહીંનો ઉપયોગ કરી શકો છો. આ માટે ખાટું દહીં લો અને એમાં બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી આ બ્રશની મદદથી ટાઇલ્સ સાફ કરો. આમ કરવાથી મિનિટોમાં ટાઇલ્સની ચીકાશ અને ડાઘા દૂર થઇ જશે. આ સાથે તમે રસોડાનું બેસિંગ પણ સાફ કરી શકો છો.
કાચની બરણીઓ અને મસાલાના ડબ્બા સાફ કરો: ખાટાં દહીંનો ઉપયોગ તમે કાચના વાસણો, બરણીઓ તેમજ મસાલાના ડબ્બા સાફ કરવા માટે કરી શકો છો. ઘણી વાર કાચની બોટલમાં અથાણું ભરવાને કારણે અંદરથી ચીકણી થઇ જાય છે. આ ચીકાશને દૂર કરવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. આ માટે દહીંમા પાવડર મિક્સ કરીને ઘસો. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)