લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. તાપ વધતા શરીરની અંદરની સાથે બહારના રોગો પણ વધી રહ્યાં છે. સાંજ પડતા ઠંડક અને રાત્રે પવન આમ અસહ્ય ગરમી અને ભેજના વાતાવરણને કારણે શરીર પણ ખીલ અને ડાઘાની (Body Acne) અનેક ફરિયાદો સામે આવે છે. સૂરજનો વધુ પડતો તાપ બધી કુદરતી ચમક છીનવી લે છે, ત્વચાને ઓઈલી અને ટેન (Skin Care) કરે છે. સૂર્યપ્રકાશને કારણે ત્વચા માત્ર ટેન્સ જ નથી થતી પરંતુ ખીલ, ચામડી ફાટવી-કરચલી અને ડાઘ જેવી સમસ્યા થાય છે. ખીલ થવા એ સ્કીનની એક ખૂબ જ સામાન્ય સ્થિતિ છે.
ખીલ સામાન્ય રીતે ચહેરા, કપાળ, છાતી અને પીઠના ઉપરના ભાગમાં થાય છે. ખીલ થવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે, જેમાં નીચે જણાવેલ મુદ્દાઓનો સમાવેશ થાય છે. જિનેટિક્સ, હોર્મોન સ્તરોમાં વધઘટ, તણાવ, ભેજનું ઉચ્ચું પ્રમાણ. તેલયુક્ત (Oily) અથવા ચીકણા પર્સનલ કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાંથી પણ ઘણી વખત આ સમસ્યા જોવા મળે છે.
શરીરના ખીલ કેવી રીતે થાય છે ? વાળના ફોલિકલ્સના ખુલ્લા ભાગ પર ઓઇલ અને મૃત ત્વચાના કોષો (ડેડ સેલ)થી ભરાઈ જાય છે અને અવરોધિત થઈ જાય છે. તેને કારણે ખીલ બની જાય છે. જો ભરાયેલા છિદ્રો બેક્ટેરિયાથી ચેપગ્રસ્ત થાય છે, તો તે પિમ્પલ બનાવે છે અને ટોચ પર પરુ સાથે નાનો લાલ બમ્પ બને છે. ખીલ પાંચ પ્રકારનાં હોય છે. જેમાં વ્હાઇટહેડ્સ, બ્લેકહેડ્સ, પુસ્ટ્યુલ્સ, ફંગલ ખીલ, નોડ્યુલ્સ. ગરમી શરીરમાં ઓઈલનું ઉત્પાદનમાં વધારે છે, પરસેવો અને ભરાયેલા છિદ્રોને બહાર લાવી શકે છે. આ બધું ખીલને વધુ ખરાબ બનાવે છે. જોકે તમારી સ્કીનની દૈનિકચર્યાની સંભાળમાં માત્ર થોડા ફેરફારો કરતા ખીલને કાબૂમાં લઈ શકાય છે.
1. તમારો સાબુ બદલો, ખીલ સામે રક્ષણ આપતા સોપ અપનાવો- સાબુ/બોડી વોશ સ્કીન અને સ્કીન પ્રોબલ્સ માટે મહત્વનું પરિબળ છે. તેથી સૌપ્રથમ તમારે ખીલ સામે રક્ષણ આપતા સાબુ અથવા બોડી વોશ અપનાવવાની જરૂર છે. બજારમાં અને સ્થાનિક કેમિસ્ટની દુકાનમાં પણ ઘણી બધી વેરાયટીઓ મળી રહેશે. જોકે, પ્રોડકટમાં સેલિસિલિક એસિડ અને બેન્ઝોયલ પેરોક્સાઇડ જેવા ઘટકો હોય તેનું ધ્યાન રાખો.