હાલ કોરોનાનો કેર વ્યાપી રહ્યો છે. રાજ્યમાં હજી કોરોનાનો હજી એકપણ કેસ નોંધાયો નથી પરંતુ આપણે એલર્ટ રહેવાની જરૂર છે. ત્યારે આપણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ.રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બીમારીઓમાંથી પસાર થવું પડે છે. એવમાં સંતૂલિત આહાર લેવાની ખૂબ જરૂર છે. આવો જોઇએ કેવા આહાર લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત બને છે.