દારૂનું સેવન ન કરવું- દારૂ પીવાથી ઊંઘની ગુણવત્તામાં ઘટાડો થાય છે. દારૂ એ મૂત્રવર્ધક તરીકે કામ કરે છે, જેના કારણે રાત્રે વારંવાર તમારી ઊંઘમાં ખલેલ પડે છે. આ કારણોસર દારૂનું સેવન ન કરવું જોઈએ. દારૂનું સેવન બંધ કરવામાં તમને મુશ્કેલી થઈ રહી છે તો તમે સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ લઈને આ મુશ્કેલીથી છુટકારો મેળવી શકો છો.
ધૂમ્રપાન ન કરવું- ધૂમ્રપાનના કારણે સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. ધુમાડામાં રહેલ ટોક્સિન્સ અને ટારના કારણે ફેંફસાની કાર્યક્ષમતામાં તથા ઓક્સિજનની માત્રામાં ઘટાડો થાય છે. જેના કારણે તમને થાક વર્તાવા લાગે છે. ધૂમ્રપાન છોડી દેવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારે લાભ થાય છે અને ઊર્જાના સ્તરમાં વધારો થાય છે.