ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે આવનારા 20 વર્ષોમાં મહત્તમ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરથી પીડાશે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે કેન્સર થવાના ઘણાં કરાણો હોય છે પરંતુ ખાનપાનની આદતો પણ કેટલીક હદે કેન્સર માટે જવાબદાર હોય છે. એટલે પોતાના ખાનપાનમાં એવી ચીજોને ઉમેરો જે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર છે. જો તમે બ્રેસ્ટ કેન્સરથી સુરક્ષિત રહેવા માંગો છો તો પોતાની ડાયટમાં આ વસ્તુઓનો સમાવેશ કરો.