ડેલહૌઝી- જો તમારા લગ્ન ઠંડીમાં થઇ રહ્યા છે તો ડેલહૌઝી એક પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન છે. અહીં ઠંડીમાં ખુબ વધારે બરફ પડે છે. અહીં હાજર લાંબા-લાંબા ચીડ ઝાડો પરથી જયારે બરફ પડે છે ત્યારે આ જગ્યા ખુબ સુંદર દેખાય છે. ઠંડીના સમયમાં અહીં સ્નોફોલ થાય છે. જો તમે નવેમ્બરથી લઇ ફેબ્રુઆરી મહિના દરમિયાન અહીં ફરવા જાઓ છો તો ખુબ મજા આવશે.
કુર્ગ- અહીં તમને ઘણા ધોધ અને ગ્રીન કોફીના બગીચા જોવા મળશે. જો તમને વધારે શિયાળો ન ગમતો હોય, તો કુર્ગ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. કુર્ગને ભારતના સ્કોટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના ઊંચા પહાડો અને લીલાછમ બગીચા તમારું દિલ જીતી લેશે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો મહિનો અહીં ફરવા માટે એકદમ યોગ્ય માનવામાં આવે છે.
વાયનાડ- જો તમે હનીમૂન પર કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો વાયનાડ તે સુંદર સ્થળોમાંથી એક છે જ્યાં તમારે મુલાકાત લેવી જ જોઈએ. જો તમે ડિસેમ્બર મહિનામાં હનીમૂન પર જવા માંગતા હોવ તો વાયનાડ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીં જોવા માટે ઘણી બધી વસ્તુઓ છે જેનાથી તમને જરાય કંટાળો ન આવે. ઓક્ટોબરથી માર્ચ સુધીનો મહિનો અહીં ફરવા માટે યોગ્ય માનવામાં આવે છે.
જેસલમેર- જો તમે હનીમૂનની સાથે કલા અને સંસ્કૃતિ સેલિબ્રેટ કરવા માંગો છો, તો જેસલમેર તમારા માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. અહીં સ્થિત શાહી કિલ્લાઓમાં રહેવું એ પોતાનામાં એક મહાન વિચાર છે. ડિસેમ્બર મહિનો અહીં ફરવા માટે યોગ્ય માનવામાં આવે છે. જો તમે રણમાં હનીમૂન મનાવવા માંગો છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે. યુગલો અહીં ડેઝર્ટ સફારી, કેમ્પિંગ, બોનફાયરનો આનંદ માણી શકે છે. તમે અહીં શાહી કિલ્લાઓમાં પણ રહી શકો છો.
આંદામાન- જો તમે પહાડો અને રણમાં તમારું હનીમૂન ઉજવવા નથી માંગતા તો આંદામાન તમારા માટે સારી જગ્યા સાબિત થઈ શકે છે. જો તમારે દરિયાઈ દુનિયાનો આનંદ માણવો હોય તો તમારે આંદામાન જવું જ જોઈએ. અહીં તમે પાણીની વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. ઉપરાંત, જો તમને પાણીની અંદર પ્રવૃત્તિઓ કરવી ગમે છે, તો તમે સ્કુબા ડાઇવિંગ પણ કરી શકો છો.