વાત રાજસ્થાનની રાજધાની જયપુરની છે. જયપુર ફરવા માટે એક બેસ્ટ પ્લેસ છે. જયપુરમાં અનેક જગ્યાઓ એવી છે જ્યાં તમને ફરવાની બહુ મજા આવે છે. અહીંની ઐતહાસિક વસ્તુઓ જોઇને તમે ખુશ થઇ જશો. આ સાથે નવદંપતિની પહેલી મુસાફરી યાદગાર બની રહે છે. જયપુરમાં તમે હવા મહેલ, સિટી પેલેસ, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, પિંક સિટી બજાર જેવી અનેક જગ્યાઓ પર તમે ફરવાની મજા માણી શકો છો.
જેસલમેર ડેઝર્ટ તમારા માટે એક બેસ્ટ પ્લેસ છે. જેસલમેર ડેઝર્ટ સફારી માટે દેશ અને દુનિયામાં ફેમસ છે. તમે જેસલમેરમાં ડેઝર્ટ સફારીનો આનંદ લઇ શકો છો. આ સફારી કરવાની પણ એક મજા હોય છે. ડેઝર્ટ સફારીની સાથે-સાથે તમે પટવાની હવેલી, જેસલમેરનો કિલ્લો તેમજ બીજી અનેક જગ્યાઓ પર ફરવાની મજા માણી શકો છો. પર્યટકો માટે આ ફેમસ જગ્યા બની રહે છે. અહીંયા ઠંડીમાં તમે જાવો છો તો બહુ મજા આવે છે અને સાથે તમે ટેન્ટમાં રહેવાનો આનંદ લઇ શકો છો.
જોધપુર પણ હનીમૂન માટે એક સારું પ્લેસ છે. જોધપુર રાજપૂત શાસકો માટે એક ફેમસ શહેર છે. આ દેશ-વિદેશના અનેક પર્યટકો માટે ફેમસ થયુ છે. જોધપુરનો ફેમસ મેહરાનગઢનો કિલ્લો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ કિલ્લો 1200 એકરમાં ફેલાયેલો છે. આ સિવાય તમે ઉમ્મેદ ભવન, રાનીસર તેમજ પદમસર, મરુસ્થળમાં ઊંટની સવારી ખૂબ લોકપ્રિય છે.