શું તમારા વાળ (hair) શુષ્ક થઇ ગયા છે અને ચમક પણ જતી રહી છે? આ સમસ્યામાં તમે પાર્લરમા જઇને મોંઘીદાટ અને કેમિકલ્સથી ભરપૂર ટ્રિટમેન્ટ (Hair treatment) કરાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક ટ્રિક અહીં બતાવવામાં આવી છે. આ ટ્રિકથી તમે ઘરે બેઠા જ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને વાળનો ગ્રોથ (hair growth) વધારીને તેમા ચમક લાવી શકો છો. ઘરે તમારા વાળ માટે વાળનો માસ્ક બનાવી શકો છો. જેથી ડેમેજ વાળની સમસ્યાને તમે દૂર કરી શકો છે. આજે આપણે વાળનો માસ્ક (hair mask) કેવી રીતે બનાવવો તે શીખીશું. જે ફક્ત 4 વસ્તુઓથી તૈયાર કરી શકાય છે. ચાલો આ વસ્તુઓના ફાયદા અને કેવી રીતે માસ્ક બનાવાય છે તે જોઇએ.
ઇંડા - ઇંડા પ્રોટીન, ફેટી એસિડ્સ અને વિટામિન્સનો સારો સ્રોત માનવામાં આવે છે. આ બધા પોષક તત્ત્વો તમારા વાળ માટે જરૂરી છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ પણ શામેલ છે જે વાળને સુંદર બનાવે છે.<br />હેર પેક બનાવવાની સામગ્રી અને રીત - 1 એવોકાડો, 1 ઇંડુ, 2 ચમચી મધ, ઓલિવ તેલ 2 ચમચી. બનાવવાની રીત -આ પેસ્ટ બનાવવા માટે દરેક સામગ્રીઓને એક સાથે બ્લેન્ડ કરો. જેને તમે વાળની લંબાઇના હિસાબથી લગાવો, શાવર કેપ પહેરી હેર માસ્કને કવર કરો. તે બાદ સવારે સામાન્ય પાણીથી વાળને ધોઇ લો.