તંબાકૂ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ તો બધા જ જાણે છે. તંબાકુનું જ એક સ્વરૂપ હોય છે ગુટખા, જેમાં કાથો અને સોપારી મિક્ષ કરવામાં આવે છે. ત્યારબાદ તેને તૈયાર કરવામાં આવે છે. આમાં ઝહેરીલું કેમિકલ નિકોટિન ભેળવવામાં આવે છે, જે ધીરે-ધીરે અસર કરીને મોંઢાથી લઈ બોડીના અન્ય અંગો પર ખરાબ અસર કરે છે.