ઘરે પનીર બનાવી આપ તેનો ઉપયોગ બંગાળી મિઠાઇ જેમ કે રસગુલ્લા, સોંદેશ, ચમ ચમ બનાવી શકો છો તો સાથે જ તેનો ઉપયોગ આપ પંજાબી શબ્જી બનાવવામાં પણ કરી શકો છો. આ પનીર બનાવવા આપને માત્ર 10 મિનિટનો સમય લાગશે. અને તરલા દલાલની રિતથી બનાવશો તો ઉતરશે પણ વધારે
2/ 6
સામગ્રી- પનીર બનાવા માટે એક થેલી દૂધ એટલે કે 500 ગ્રામ દૂધ, 2 ચમચી લીંબુનો રસ
3/ 6
પનીર બનાવવા માટે એક ઉંડા નોન સ્ટિકમાં દૂધ ગરમ કરો. તેમાં એક સામાન્ય ઉભરો આવવા દો. હવે ગેસ બંધ કરી દો અને એક મિનિટ રાહ જુઓ. બાદમાં તેમાં ધીરે ધીરે કરીને લીંબુનો રસ ઉમેરો. જ્યારે રસ ઉમેરતાં હોવ ત્યારે એક હાથે દૂધ હલાવતા રહો.
4/ 6
દૂધ ફાટ્યા માટે 1/2 મિનિટ સુધી રહેવા દો. દૂધ ફાટી જશે. તેમાંથી પાણી અને પનીર અલગ થઇ જશે. હવે એક સફેદ મલમલનું કપડું લો. તેને ભીનું કપડું કરી લો. મલમલનાં કપડાંને વાળી તેને બરાબર પાણી નીતારી લો. પાણી નીતારતાં પહેલાં આ પનીરને ચોખ્ખા પાણીથી સાફ કરશો નહીં તો તેમાં લીંબુની ખટાશ લાગશે.
5/ 6
હવે તેને 30 મિનિટ સુધી કપડાંમાં બાંધીને લટકાવીને રાખો બધુ જ પાણી નીતરી જશે અને એક સુંદર પનીરનું ગોળુ તૈયાર થઇ જશે. લો તૈયાર છે આપનું ઘરનું પનીર.
6/ 6
પનીર બનાવ્યાં બાદ જે પાણી વધે છે. તે પાણી કાઢી ન નાખતા પણ તેનો ઉપયોગ લોટ બાંધવામાં કરશો તો આપનાં પરોઠા એકદમ પોંચા અને મુલાયમ થશે. આ સીવાય તમે તેની કઢી પણ બનાવી શકો છો