ભારતમાં રંગોનો તહેવાર હોળી (Holi Celebration) તમામ રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ફાગણ મહિનાના અંતમાં અને ચૈત્ર માસની શરૂઆતમાં ઉજવવામાં આવે છે. હોળીના તહેવાર (Holi festival)ની ઘણા લોકો આતુરતાથી રાહ જોતા હોય છે અને આ તહેવાર સાથે આનંદ અને ધમાલ સંકળાયેલા છે. આ તહેવાર જીવનમાં ખુશાલીનો રંગ ઉમેરે છે. આમ તો હોળી દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, પરંતુ કેટલાક શહેરો એવા પણ છે, જ્યાં હોળીનો તહેવાર અનોખી રીતે ઉજવાતો હોય છે. હોળીની રજાઓ પર તમે આ શહેરોની મુલાકાત લઈ શકો છો.
મથુરા-વૃંદાવન - મથુરા-વૃંદાવનમાં રમવામાં આવતી ફૂલોની હોળી (Holi celebration in mathura brindavan) વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ હોળીને જોવા માટે વિદેશી પર્યટકો પણ અહીં આવે છે. અહીં હોળી 7 દિવસ પહેલા જ શરૂ થઈ જાય છે. કૃષ્ણની સખી રાધાનું જન્મ સ્થળ મથુરા જિલ્લાનું બરસાના માનવામાં આવે છે. અહીંની લઠ્ઠમાર હોળી પણ પ્રખ્યાત છે
ઉદયપુર - ઉદયપુર (Udaipur)ની શાહી હોળીનો આનંદ પણ માણી શકો છો. ઉદયપુરમાં આ દિવસે રાજમહેલથી માણેક ચોક સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રામાં રાજસ્થાનની આન, બાન અને શાન બતાવે છે. શોભાયાત્રામાં હાથી અને ઘોડા સામેલ હોય છે. આ સાથે જ રાજસ્થાની સંગીત આ ઉજવણીને વધુ રંગીન બનાવે છે. આટલા મોટા પાયે હોળીની ઉજવણી ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે
શાંતિ-નિકેતન - બંગાળી સંસ્કૃતિ ધરાવતા શાંતિ-નિકેતન (Shanti niketan) શહેરમાં હોળીનો એક અલગ જ પ્રકાર જોવા મળે છે. આ હોળીની શરૂઆત ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી અને આજે પણ આ તહેવાર એ જ પરંપરાગત શૈલીમાં ઉજવવામાં આવે છે. અબીલ-ગુલાલની પરંપરાગત હોળીની સાથે સાથે અહીં અનેક અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે