લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સતત તણાવ અને પ્રદુષણને કારણે ઉપરાંત આપણી ખોટી ટેવને કારણે નાની ઉંમરે જ સફેદ વાળ આવવા લાગે છે. સફેદવાળ થવાની સમસ્યા વધી રહી છે. સફેદવાળને કાળા કરવા માટે નાની ઉંમરથી હેર કલર અને ડાઇનો ઉપયોગ કરવો તે પણ યોગ્ય નથી તેથી વાળને ખુબ નુકસાન કરે છે. આવા સમયે તમે ઘરે જ આયુર્વેદિક તેલ બનાવી વાળને હંમેશા માટે કાળા કરી શકો છો. આનાથી કુદરતી રીતે સફેદ વાળથી છુટકારો મળશે અને વાળ લાંબા, કાળા અને મુલાયમ રહેશે.