

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત યુવતીઓ તેમનાં ચહેરાની સુંદરતા પર વધુ ધ્યાન આપે છે જ્યારે તેમનાં હાથ અને પગની સુંદરતાને ભૂલી જાય છે. એવામાં કોણી (Elbow) અને ઘૂંટણ (Knee), પગની આંગળીઓ અને ઘુંટી વધુ પડતી કાળી પડી જાય છે આવા સમયે જો ક્યારેક શોર્ટ્સ કે સ્લિવલેસ પહેરવાનું આવે ત્યારે તેઓ શરમ અનુભવે છે. તેથી જ જો કેટલીક બાબતોની કેર કરવામાં આવે તો આ કાળી પડેલી ત્વચાને ફરી સુંદર બનાવી શકાય છે.


ટામેટું- જ્યારે પણ શરીરનો કોઇ ભાગ વધુ પડતો કાળો પડી ગયો હોય જેમ કે, કોણી ઘુંટણ કે પછી પગની આંગળીઓ કે ઘુંટી ત્યારે તેનાં પર જો નિયમિત 10 દિવસ સુધી દરરોજ ટામેટાને છીણીને તેનાં પલ્પથી માલિશ કરવામાં આવે તો કાળી પડેલી ત્વચા નીખરી ઉઠે છે.


હળદર અને દૂધ- કોણી અને ઘુંટણની ત્વતા સુંદર બનાવવા માટે હળદર (Turmeric) , દૂધ (Milk) અને મધ (Honey) થી બનાવવામાં આવેલ પેક ખૂબ ફાયદાકારક છે. તેને બનાવવા માટે ત્રણ ચમચી હળદરમાં એક ચમચી મધ અને બે ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 20 મિનિટ તમારી કાળી ત્વચા પર લગાવ્યા બાદ પાણીથી સાફ કરી લો.


એલોવેરા અને બેકિંગ સોડા- લાંબા સમયથી ધ્યાન ન આપવાના કારણે કોણી કાળી પડી જાય છે. તેને માંટે તમારે કોણી પર એલોવેરા જેલ (Aloevera Gel) લગાવી સૂકાવા દો. હવે એક ચમચી સોડામાં એક ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણ લગાવ્યા બાદ પેસ્ટથી કોણી પર મસાજ કરો. હવે કોણીને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામા 3-4 વખત આ ઉપાય કરવાથી કોણી પરની કાળાશ દૂર થઇ શકે છે.