લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની (Winter) શરૂઆત થતા જ સ્વાસ્થ્યની સાથે સાથે કેટલીક વખત બ્યુટીને (Beauty)લઇને પણ સમસ્યા થવા લાગે છે. શિયાળાની અસર દેખાવવા લાગી છે. ત્યારે કેટલાક લોકોને હોઠ ફાટી જવાની (Creaked Lips) સમસ્યા થાય છે. હોઠ સૂકાઇ જાય છે. આવા સમયે ઇચ્છા ન હોય તો પણ વારંવાર જીભ હોઠ પર ફરવા લાગે છે અને લાળ હોઠનો ભેજ સોશી લે છે. જેને કારણે હોઠ પર પરત જામી જાય છે. અને તે ફાટવા લાગે છે. ત્યારે આવા સમયે હોઠને સુંદર ગુલાબી બનાવવા માટે શું કરશો.. તેની ઘરગથ્થુ ટિપ્સ અમે આપનાં માટે લઇને આવ્યા છે.